12 દર્દીઓની આંખની રોશની છીનવી લેનારી અમરેલીની શાંતાબા હોસ્પિટલને 5 કરોડનો દંડ


  • Published By :
  • Published Date : 2023-07-25 22:29:58

અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીથી 12 દર્દીઓએ આંખની રોશની ગુમાવી હતી. આ ભયાનક લાપરવાહીના સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. જો કે હવે આ મામલે ગુજરાત સરકારે આકરૂ વલણ અપનાવતા હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ રૂ. 5 કરોડનો દંડ ફટકાર્યો છે.આ સાથે જ સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને 10 લાખ રુપિયા અને અંશત: દ્રષ્ટિ ગુમાવનારને પાંચ લાખ અને આ બેદરકારીનો ભોગ બનેલા અને સઘન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને રૂ. 2 લાખ  વળતર ચૂકવવા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ માટે ઈન્ક્વાયરી કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. ત્યારબાદ સરકારે હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.


5 કરોડની ગ્રાન્ટ દંડ પેટે કપાશે


આ મામલે તપાસ કરવા રાજ્ય સરકારે નિષ્ણાતોની સમિતિની રચના થઈ હતી. તપાસ સમિતિના અહેવાલમાં પણ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. ઈન્ફેક્શન કંટ્રોલ પોલિસી અંતર્ગત યોગ્ય પગલા પણ લેવાયા ન હતા.આ ઘટનાક્રમમાં સામેલ તબીબોની સામે મેડીકલ કાઉન્સીલ પણ પગલા ભરશે. ઉપરાંત હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સંકળાયેલી હોવાથી ચેરીટી કમિશ્નર પણ કાર્યવાહી કરશે. શાંતાબા મેડીકલ કોલેજને રાજ્ય સરકાર તરફ મળવા પાત્ર ગ્રાન્ટમાંથી 5 કરોડની ગ્રાન્ટ પણ દંડ પેટે કાપી લેવામાં આવશે.


શું હતી સમગ્ર ઘટના?


અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજમાં ગત 16થી 22 નવેમ્બર 2023 દરમિયાન 20 કરતાં વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાયા હતા. જેમાં આજે 17 જેટલા દર્દીઓની આંખોમાં ગંભીર પ્રકારની નુકસાની સામે આવી હતી.જેમાંથી 12 દર્દીઓને બેક્ટેરિયા ઇન્ફેક્શન લાગુ પડ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું. બે દર્દીઓ હવે સંપૂર્ણપણે સાજા થયા જ્યારે 6 દર્દીઓને MNJ હોસ્પિટલમાં, 2 અમદાવાદની નગરી હોસ્પિટલ અને 6 દર્દીઓને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડીને સારવાર શરૂ કરવામાં આવી હતી.. પ્રાથમિક તપાસમાં મોનારક બેક્ટેરિયા હોવાનું જાણવામાં આવ્યું હતું.ત્યારે આ મામલાની આરોગ્યવિભાગની તપાસ બાદ શાંતાબા હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?