Rajkotમાં બનેલી દુર્ઘટનાને લઈ Shankarsinh Vaghelaએ લખ્યો રાજ્યપાલને પત્ર, PM Modiનો ઉલ્લેખ પત્રમાં કરતા લખ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-28 14:33:44

ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ..એ મોરબીની હોનારત હોય કે પછી સુરતમાં બનેલું તક્ષશિલા કાંડ.. હરણી લેક બોટની દુર્ઘટના હોય કે પછી રાજકોટમાં શનિવાર સાજં બનેલી ઘટના.. ગુજરાતે અનેક દુર્ઘટનાઓ જોઈ, પરંતુ  ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ નથી લેતા.. જેના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાય છે અને લોકો મરી જાય છે.. જે ઘટનાઓ બની છે તે આપણના દિલને ચિરી દે તેવી છે.. ભાજપના નેતાઓ દ્વારા અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે જે જોતા લાગે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ જ પોતાની સરકારને સવાલ પૂછતા હોય.. ત્યારે શંકરસિંહ વાઘેલાએ રાજ્યપાલને પત્ર લખ્યો છે જેમાં અનેક વિષયો પર વાત કરવામાં આવી છે.. સરકારની કામગીરી પર મુખ્યમંત્રીની જવાબદારી પર તેમણે વાત કરી હતી. 


પત્રમાં કઈ વાતનો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો ઉલ્લેખ? 

પત્રમાં શંકરસિંહ વાઘેલાએ લખ્યું કે રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનાથી આપ વાકેફ હશો.. સમગ્ર ગુજરાતની સંવેદનાઓને હચમચાવી નાખતી આ દુ:ખદ ઘટના બાબતે તમામ ગુજરાતીઓ વતી તેમની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો મારો વિનમ્ર પ્રયાસ છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને વહીવટી બાબતો અંગેની સીધી જવાબદારી માનનીય મુખ્યમંત્રીશ્રીની જ બને છે એટલે આ અંગેની ફરિયાદ કે સૂચન તેઓશ્રીને જ કરવાનું હોય.. પરંતુ ચૂંટાયેલા જનપ્રતિકનિધિઓ બીન અસરકારકતા, બીન કાર્યક્ષમતા અને બેજવાબદાર વલણના કારણે બનેલી આ પહેલી કરૂણાતિકા નથીતે આપ જાણો છે..


છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી એકધારી સત્તા થકી આવેલા અહંકારના કારણે બેફામ અને ભ્રષ્ટ બનેલા સરકારી તંત્રના કાને પ્રજાની પીડાનો ચિત્કાર પડતો જ નથી. જેથી રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનાથી દ્રવિત તમામ ગુજરાતીઓની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો આ મારો વિનમ્ર પ્રયાસ છે... તે સિવાય તેમણે બીજી એક વાત પણ કહી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહી આ વાત

તે ઉપરાંત તેમણે પત્રમાં નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે હું આપનું વિશેષ ધ્યાન દોરવા માંગુ છું કે હાલ દેશના વડાપ્રધાન પદ શોભાવતા શ્રી નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી ધારાસભ્યપદે ચૂંટાવાથી થઈ હતી. સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ એનો પહેલાં પગથિયે હોમાઈ ગયેલી જિંદગીઓ કદાચ તેમને નહીં દેખાતી હોય.. કદાચ ચૂંટણીઓમાં મત મેળવવામાં વ્યસ્ત વડાપ્રધાન ભૂલી ગયા હશે કે તેઓ પણ ગુજરાતી છે.. હું આપના માધ્યમથી એમને ગુજરાતીઓનો સાદ પહોંચાડવા માંગું છું કે સત્તાઓ આવશે અને જશે લોકોના જીવ કેવી રીતે પાછા આવશે? જીંદગી આપી નથી શકતા તો છીનવી લેવાનો હક્ક કેવી રીતે મળે? એક ટ્વિટ કરી ભૂંજાઈ ગયેલા મૃતકોના સ્વજનોના ઘા પર મીઠું ભભરાવવાની ઓપચારિક્તા છોડી નૈતિક જવાબદારીનું વહન કરવા આપ વડાપ્રધાને એકાદ જાહેર સભામાં શ્રદ્ધાંજલિના બે શબ્દો કહ્યાં હોત તો આપણને આપણા પોતાના વડાપ્રધાન હોવાનો અહેસાસ થાત.. તે સિવાય તેમણે તપાસ માટે રચાયેલી તપાસ કમિટી એટલે કે એસઆઈટી અંગેની પણ વાત કરી.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?