ગુજરાતના રાજકારણમાં થોડા સમયમાં એક મોટો ટ્વિસ્ટ આવી શકે છે. બાપુ તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર શંકરસિંહ વાઘેલા ફરી એક વખત કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. થોડા સમય પેહલા જ આવનાર ટ્વિસ્ટ અંગે અર્જૂન મોઢવાડીયાએ આ અંગે હિંત આપી હતી. તેમણે કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસ પક્ષમાં પુનરાગમન હમેશાં આવકાર્ય રહેશે.
બાપુના આવવાથી કોંગ્રેસને થશે ફાયદો
ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. કોંગ્રેસમાં કોઈ પણ એવા નેતા નથી કે જેનો ચહેરો રાખી કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે. ત્યારે શંકરસિંહ બાપુના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે. વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષનો સહારો લઈ શંકરસિંહ બાપુ રાજકીય કાર્કિદીની ફરી એક વખત શરૂઆત કરી શકે છે. શંકરસિંહ બાપુએ પણ આડકતરી રીતે કોંગ્રેસમાં જોડાવાના સંકેતો આપી દીધા છે. સૂત્રોના મત અનુસાર ભાજપને ગુજરાતમાં રોકવા માટે પણ તેઓ કોંગ્રેસનો હાથ પકડી શકે છે.