દેશના તમામ નાના-મોટા પક્ષો આગામી લોકસભાની તૈયારીઓમાં લાગી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધન અને સીટોની વહેંચણી માટે વિવિધ રાજ્યોના અગ્રણી નેતાઓ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સક્રિય થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકીય નિવૃતી માણી રહેલા શંકર સિંહ વાઘેલાએ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં રાજ્યના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાજ્યના વર્તમાન ગવર્નર આનંદી બહેન પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે અખિલેશ યાદવ સાથેની બાપુની આ મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. ગુજરાતના આ કદાવર ક્ષત્રીય નેતા આગામી દિવસોમાં શું નવાજુની કરે છે તેના પર સૌની નજર છે.
અખિલેશ યાદવ સાથે મિટિંગ અંગે શું કહ્યું?
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બુધવારે મુલાકાત કરી હતી. જો કે અખિવેશ યાદવ સાથેની તેમની મુલાકાતને બાપુએ એક શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. તેમની મુલાકાત અંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, હું અહીં શુભેચ્છા મુલાકાત માટે આવ્યો હતો, જો કાંઈ રાજકીય બાબત હશે તો જાણકારી જાહેર કરવામાં આવશે. સમાન નાગરિક સંહિતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીને લઈને વાઘેલાએ કહ્યું હતું કે, આ તેમની માર્કેટિંગની રીત છે બીજું કશું જ નથી. આ મુલાકાત પછી તેમણે એક સોશિયલ મીડિયા પૉસ્ટ શેર કરી હતી, જેમાં તેઓએ વિપક્ષી એકતા માટે કામ કરી રહ્યા હોવાની વાત કહી છે. આ પૉસ્ટની સાથે જ બાપુએ પોતે રાજનીતિમાં સક્રિય થયા હોવાની જાણે પરોક્ષ જાહેરાત કરી છે.
अखिलेश यादव के साथ एक शिष्टाचार भेंट के लिए मैं आया...यह(UCC) उनकी मार्केटिंग है। वाजपेयी जी भी इसे लाना चाहते थे, उन्हें ऐसा करने दीजिए: PM मोदी की UCC पर की गई टिप्पणी पर गुजरात के पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला, लखनऊ pic.twitter.com/6lflWoVk8H
— ANI_HindiNews (@AHindinews) June 28, 2023
આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત
अखिलेश यादव के साथ एक शिष्टाचार भेंट के लिए मैं आया...यह(UCC) उनकी मार्केटिंग है। वाजपेयी जी भी इसे लाना चाहते थे, उन्हें ऐसा करने दीजिए: PM मोदी की UCC पर की गई टिप्पणी पर गुजरात के पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला, लखनऊ pic.twitter.com/6lflWoVk8H
— ANI_HindiNews (@AHindinews) June 28, 2023શંકરસિંહ વાઘેલાએ તેમના લખનઉ પ્રવાસના ભાગરૂપે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બુધવારે મુલાકાત કરી હતી. તે જ પ્રકારે બાપુએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાતના આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે જાણી શકાયું નથી. જો કે બાપુએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.