દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં અંતિમ શ્વાસ લીધા હતા. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ લાંબી બીમારી બાદ આજે બપોરે ચાર વાગ્યા નજીક હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેમનું નિધન થયું હતું.
અનેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાએ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આવતીકાલે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધી અપાશે
આવતીકાલે સાંજે પાંચ કલાકે પરમહંસી ગંગા આશ્રમ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના અંતિમ સંસ્કાર થશે. લાંબી બીમારીના ચાલતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની સાવરાવર બેંગલોર ખાતે કરવામાં આવી રહી હતી.
કોણ હતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી?
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીએ નાની ઉમરે ગૃહત્યાગ કરી ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અનેક શાસ્ત્રોનું જ્ઞાન ગ્રહણ કર્યું હતું. તેઓએ અંગ્રેજો સામે આઝાદી માટે પણ લડત આપી હતી. 1981માં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી શંકરાચાર્ય બન્યા હતા.