ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના પિતાનું નિધન થયું છે. પૂજ્ય લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજરોજ તેમની અંતિમયાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને તેમના પુત્ર શંકરભાઈ ચૌધરી, તેમના પરિવારજનો, ધારાસભ્યો, સામાજિક અને સહકારી આગેવાનો અને આ પંથકના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભૂદાન યજ્ઞના પ્રણેતા પૂજ્ય રવિશંકર મહારાજ સાથે મળીને તેમણે કામ કર્યું હતું. દુષ્કાળના સમયમાં આ પંથકમાં બોરવેલ બનાવડાવી લોકોને પીવાના પાણીની સગવડ કરી આપી હતી.
આજીવન ગૌવ્રતિ, મારા પિતાશ્રી પૂજ્ય લગધીર બાપાએ સેવાભાવી અને ઉદારતાથી પરિપૂર્ણ જીવનને આજે ઈશ્વરના શ્રીચરણોમાં સમર્પિત કર્યું.
ૐ શાંતિ... pic.twitter.com/ond4wUvnC6
— Shankar Chaudhary (@ChaudhryShankar) November 26, 2023
સંત સમાગમમાં રહેતા
આજીવન ગૌવ્રતિ, મારા પિતાશ્રી પૂજ્ય લગધીર બાપાએ સેવાભાવી અને ઉદારતાથી પરિપૂર્ણ જીવનને આજે ઈશ્વરના શ્રીચરણોમાં સમર્પિત કર્યું.
ૐ શાંતિ... pic.twitter.com/ond4wUvnC6
પૂજ્ય લગધીર બાપાએ સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું હતું. તેમનું ઘર આ પંથકમાં આવતા સાધુ સંતોના ઉતારાનું સ્થાન રહેતું હતું.પૂજ્ય લગધીર બાપાનો પંથકના સંતો અને મહંતો સાથે સહવાસ રહેતો હતો. પૂજ્ય દત્તશરણાનંદજી, પૂજ્ય સદારામ બાપાજી, ઉજ્જનવાડા મંદિરના મહંતશ્રી, સણાદર મંદિરના પૂજ્ય ક્રિષ્નાનંદજી જેવા સંતો થી આધ્યાત્મિકતા નો નાતો ધરાવતા હતા.
10 વીઘા જમીન કરી હતી દાન
પૂજ્ય લગધીર બાપા આ પંથકના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે પોતાના ઘરમાં જ પ્રાથમિક શાળા તેમણે શરૂ કરાવી હતી. જીવન દરમિયાન પોતાની ભક્તિ અને શક્તિ મુજબ ગરીબોને જરૂરિયાત મુજબ મદદ કરી હતી. તેઓ આજીવન ગૌવ્રતિ હતા. સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જ તેઓ ભોજન લેતા હતા. પરંતુ જ્યારે ચોમાસામાં વાદળોના કારણે સૂર્યદેવના દર્શન ન થાય તો એ બે ત્રણ દિવસ સુધી ભોજન લેતા ન હતા. પંખીઓને ચણ તથા કીડિયારુ પૂરવાનો તેમનો નિત્યક્રમ આજીવન રહ્યો. પૂજ્ય લગધીર બાપાએપોતાની ખેતીની 10 વીઘા જેટલી જમીન તેમણે વાદીઓને વસાહત માટે એન.એ કરાવી દાનમાં આપી. જેમાં આજે 250 થી વધારે વાદી પરિવારો આજે નિવાસ કરે છે.