બનાસ ડેરી પર શંકર ચૌધરીનું એકહથ્થુ શાસન, બનાસ ડેરીના ચેરમેન તરીકે બિન હરીફ વરણી


  • Published By :
  • Published Date : 2023-06-02 14:50:02

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની બનાસ ડેરીના અધ્યક્ષ તરીકે  બિનહરીફ વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરીને ચેરમેન પદ પર રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન પર ભાવાભાઈ રબારીને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે બંને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, શંકર ચૌધરી અને ભાવભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે. બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન રહ્યા છે. ચૂંટણી 16 ડિરેક્ટરની હાજરીમાં અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.


શંકર ચૌધરીનું નામ નક્કી જ હતું


એશિયાની સૌથી મોટી બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૉધરી, બનાસકાંઠા સંસદ પરબત પટેલ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, બનાસ બેન્કના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ સહિત બનાસડેરીના 16 ડિરેક્ટરો માંથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરી હતી. જોકે હવે બનાસડેરીમાં મેન્ડેડ પ્રથા અમલી બનતાં ભાજપ કોને મેન્ડેડ આપશે તેના ઉપર સૌની નજર હતી. આ વચ્ચે શંકર ચૌધરી ફરીથી બનાસડેરીના ચેરમેન બને તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી. આખરે બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તો વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે.


બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડ


બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડથી વધારે છે.  દિવસના 35 કરોડ રૂપિયા પશુ પાલકનાં ખાતામાં જમા થાય છે. બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ આવે છે. બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથીભાઈ ભટોળ બન્યા જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન છે. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.


ચૂંટણી પહેલા દુધેશ્વર મહાદેવની કરી પૂજા


શંકર ચૌધરીએ આજે ચૂંટણી પહેલા પોતાના તમામ ડિરેક્ટરો સાથે બનાસડેરીના કેમ્પસમાં આવેલ દુધેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. શંકર ચૌધરીએ કહ્યું હતું કે બનાસડેરી પશુપાલકો માટે સતત કામ કરી રહી છે અને અનેક પ્રોજેક્ટ ઉભા કર્યા રોજના પશુપાલકોના ખાતામાં 34 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ. શ્વેત ક્રાંતિની જેમ મધને લઈને સ્વીટ ક્રાંતિ કરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...