પાટીદાર વિરોધી ભાજપ સરકાર શરમ કરો શરમ કરો - આ મુદ્દા પર સરકારને AAPએ ઘેરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:57:18

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ મતદારોને રિઝવવા દરેક રાજકીય પાર્ટી મેદાનમાં ઉતરી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સત્તા પર આવવા માટે પ્રયત્ન કરી રહી છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના જૂના વિડીયો જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેમણે વડાપ્રધાન મોદીને અપશબ્દ કહ્યા હતા. જે બાદ વિડીયો પર સ્પષ્ટીકરણ આપતા તેમણે કહ્યું કે હું પટેલ છું એટલા માટે મને હેરાન કરવામાં આવે છે. ત્યારે સુરત ખાતે મનોજ સોરઠિયાની હાજરીમાં તિરંગા યાત્રા કાઠવામાં આવી હતી. જેમાં તેમણે ગોપાલ ઈટાલિયાને સાથ અને સમર્થન આપ્યું હતું. 

ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં નિકળી તિરંગા યાત્રા 

ગોપાલ ઈટાલિયાનો વિડીયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત આરોપ પ્રતિઆરોપો ચાલતા રહે છે. આ વિડીયો વાયરલ થયા બાદ ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ ફરિયાદ પણ કરવામાં  આવી હતી. આમ આદમી પાર્ટી સતત ગોપાલ ઈટાલિયાના સમર્થન આવી રહ્યું છે. સુરત ખાતે મનોજ સોરઠિયાની હાજરીમાં તિરંગા યાત્રા કાઠવામાં આવી હતી. જેમાં તેમણે ગોપાલ ઈટાલિયાને સાથ અને સમર્થન આપ્યું હતું.

સુરત ખાતે નિકળેલી આ તિરંગા યાત્રામાં ભાજપને પાટીદાર વિરોધી સરકાર ગણાવી હતી. આપ દ્વારા અનેક વખત ભાજપ પાટીદાર વિરોધી છે તેમ દર્શાવવામાં આવ્યું છે. ઈસુદાન ગઢવીએ પણ અનેક વખત આવી વાત કરી છે. એક તરફ અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી દર્શાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આપ ભાજપને પાટીદાર વિરોધી દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 

ચૂંટણી નજીક આવતા નેતાઓના જૂના વિડીયો થઈ રહ્યા છે વાયરલ

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના જૂના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એક બાદ એક નેતાઓના વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાતું રહે છે. આ વખતે પહેલી વખત ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ છે. આપની એન્ટ્રી થતા ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ગોપાલ ઈટાલિયા અથવા તો કોઈ પણ નેતાઓના જૂના વિડીયો બહાર આવે તો નવાઈ નહીં.     




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.