'કોમન યુનિવર્સિટી એકટ' પર પુન: વિચારણા કરવા શક્તિસિંહ ગોહિલે લખ્યો Gujaratના CMને પત્ર, જાણો એક્ટ આવ્યા પછી શું આવશે બદલાવ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-16 12:10:05

ગુજરાત સરકાર રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાની છે જેના કારણે યુનિવર્સિટીમાં અનેક બદલાવો થવાના છે. સૌથી મોટો બદલાવ કુલપતિ મામલે થવાનો છે જેમાં તેમની સમય સીમા 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ કરવામાં આવશે. આ સિવાય બીજો મહત્વનો નિર્ણય આમાં એ થશે કે કુલપતિની નિમણૂકમાં નો રીપિટ થીયરી આવશે. હાલ કુલપતિની ત્રણ-ત્રણ વર્ષ એમ બે વાર નિમણૂક થતી હતી પણ આ કાયદા બાદ કુલપતિ એક વ્યક્તિ એક જ વાર બની શકશે. કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો. 


 ગુજરાત કોંગ્રેસના પ્રમુખે લખ્યો સીએમને પત્ર 

ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં અનેક બિલો પસાર થઈ શકે છે. ત્યારે ચાર વાર નામંજૂર થયેલું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ ફરીવાર આજે વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવશે તેની વચ્ચે કોંગ્રેસના નેતાઓ, વિદ્યાર્થી નેતાઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે હવેથી અદ્યાપકોની બદલી, અદ્યાપકોની નિમણૂક, યુનિવર્સિટીની કામગીરી સહિત સરકારી ગ્રાન્ટ વગેરેના નિર્ણયો સરકાર પોતે કરશે. સરકારી યુનિવર્સિટીના અધિનિયમો પણ આ બિલ બાદ રદ થઈ જવાના છે. આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્ર ગુજરાત કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે યુનિવર્સિટીઓની આઝાદી સામે ખતરો: ગુજરાત સરકારની ગુલામ બનશે! 


આ કારણોસર આ બિલનો કરવામાં આવી રહ્યો છે વિરોધ!

લોકો બદલાવો માટે ટેવાયેલા નથી હોતા માટે જ કંઈક બદલાવ આવે એટલે વિરોધ કરે છે. શા માટે વિરોધ કરે છે તેની વાત કરીએ તો હવેથી મહાવિદ્યાલયોમાં ભરતી સરકારની મંજૂરી વિના નથી થવાની. કામ કરવા મહાવિદ્યાલયો ગ્રાન્ટ પણ નહીં વાપરી શકે, પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન પણ નહીં કરાવી શકે, યુનિવર્સિટીનું પણ સરકારની જેમ નાણાકીય વર્ષ રહેશે, અભ્યાસક્રમમાં પણ 20 ટકા ફેરફાર આવશે. એક જ સમયે તમામ મહાવિદ્યાલયોની પરીક્ષા લેવામાં આવશે અને તેનો અભ્યાસક્રમ પણ અલગ અલગ નહીં રહે, એક જ કાયદાથી મહાવિદ્યાલયોનું કામ થવાનું છે.



નવા કાયદામાં શું જોગવાઈ છે?


કોમન યુનિવર્સિટી એક્ટ તમામ રાજકીય ચૂંટાયેલી સંસ્થાઓ જેમ કે સેનેટ અને સિન્ડિકેટને ખતમ કરી દેશે, તેનું સ્થાન બોર્ડ ઓફ ગવર્નર્સ લેશે. રાજ્ય સરકારે ડ્રાફ્ટમાં એક જોગવાઈ તે પણ રાખવામાં આવી છે કે જો યુનિવર્સિટીના અધિકારીઓ તેમની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય તો તેમના અધિકારીઓને રજિસ્ટ્રાર, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ઓફિસર અથવા પ્રતિનિયુક્તિ પર પરીક્ષા નિયંત્રક તરીકે નિમણૂંક કરવાનો અધિકાર આપે છે". વાઈસ-ચાન્સેલરને બે ટર્મ માટે ત્રણ-ત્રણ વર્ષ મુદત બાદ બદલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા અન્ય રાજ્યોના સમાન બિલ અથવા કાયદાઓનો અભ્યાસ કરી રહી છે.


આ યુનિવર્સિટીઓ પર લાગુ પડશે કાયદો


આ કાયદો રાજ્યની છ સૌથી જૂની અને મોટી જાહેર યુનિવર્સિટીઓ – ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતને નવો કાયદો લાગુ પડશે. જાહેર યુનિવર્સિટીઓમાં પહેલેથી જ બોર્ડ ઓફ ગવર્નર્સ છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?