રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ યાદ આવે.. ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી ટિપ્પણ બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. ગઈકાલે ગાંધીનગર ખાતે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે.. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલાના વિવાદને લઈ, પરષોત્તમ રૂપાલાની માફીને લઈ વાત કરી છે..
શક્તિસિંહ ગોહિલે પરષોત્તમ રૂપાલા વિવાદને લઈ આપી પ્રતિક્રિયા...
ગુજરાતની 26 લોકસાભા બેઠકો માટે તબક્કાવાર ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતા વિવાદમાં પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પરષોત્તમ રૂપાલાના ચાલતા વિવાદને લઈ પ્રતિક્રિયા આપી છે.
अगर कोई गलती करता है और फिर ईमानदारी से माफी मांगता है (रूपाला की तरह नहीं), तो कोई भी उसे माफ कर देगा, लेकिन अगर कोई अपराध करता है और फिर अहंकार के कारण माफी मांगने का नाटक करता है, तो उसे कोई भी कभी माफ नहीं कर सकता। किसी भी राजनीतिक दल को अपने अहंकार पर चलने और समय बीतने पर और… pic.twitter.com/MbP9gCUUYF
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) April 16, 2024
જો દિલથી કોઈ માફી માગે તો તેને.. - શક્તિસિંહ ગોહિલ
अगर कोई गलती करता है और फिर ईमानदारी से माफी मांगता है (रूपाला की तरह नहीं), तो कोई भी उसे माफ कर देगा, लेकिन अगर कोई अपराध करता है और फिर अहंकार के कारण माफी मांगने का नाटक करता है, तो उसे कोई भी कभी माफ नहीं कर सकता। किसी भी राजनीतिक दल को अपने अहंकार पर चलने और समय बीतने पर और… pic.twitter.com/MbP9gCUUYF
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) April 16, 2024સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિક્રિયા શેર કરી છે... વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે કોઇ ભૂલ કરે અને પછી પસ્તાવા સાથે દિલથી (રૂપાલાની જેમ નહીં ) માફી માંગે તો તેને કોઇ પણ માફ કરે પરંતુ કોઇ ગુન્હો કરે અને પછી પણ અહંકારથી માફીનુ નાટક કરે તેને કદી કોઇ માફ ના કરી શકે . કોઇ પણ રાજકિય પક્ષ પોતાના અહંકારથી ચાલે અને જ્યારે સમય વીતી જાય તથા સઘળું પડી જશે તેમ લાગે ત્યારે આંખ ઉઘાડે તેને પણ કોઇ માફ ના કરે . મહત્વનું છે કે ગઈકાલે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી મોડી રાત્રે... આ બધા વચ્ચે આજે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે...