Heart Attack અને Corona Vaccine મુદ્દે બોલ્યા Shaktisinh Gohil, શા માટે તેમણે કહ્યું કે કોરોનાની કઈ વેક્સિન લીધી છે તેની તપાસ થવી જોઈએ?


  • Published By :
  • Published Date : 2023-10-24 15:14:22

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. દરરોજ હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે હાહાકાર મચ્યો હતો. લાખો લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે કોરોનામાં. ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. મોટી ઉંમરના લોકો નહીં પરંતુ યુવાનોનેકાળ ભરખી રહ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે  ચિંતા વધી છે. યુવાનો તો ભોગ બની રહ્યા છે પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે. ત્યારે છેલ્લા 12 કલાકમાં ચાર લોકોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે.  

શક્તિસિંહ ગોહીલે કોરોના વેક્સિનને લઈ કહી આ વાત

થોડા સમય પહેલા યુવાનોમાં વધતા હાર્ટ એટેકને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવી વાતો થઈ રહી હતી કે કોરોના વેક્સિનને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યુવાનોમાં હાર્ટ એટેક કોરોના વેક્સિનને કારણે આવી રહ્યો છે તેવી વાતો ચર્ચામાં હતી. ત્યારે હવે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વિશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાત કરી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ તેમણે નિવેદન આપ્યું કે સરકારે સર્વે અને નિષ્ણાતોની ટીમ દ્વારા સત્વરે કારણ જાણવું જોઈએ. કોરોનાની કઈ વેક્સિન લીધી હતી? તેની પણ તપાસ જરૂરી છે. યોગ્ય કારણ  શોધી આગોતરી દવાઓ અને તપાસ માટે વ્યવસ્થા થવી જોઈએ જેથી કોઈએ જીવ ગુમાવવાનો વારો ન આવે. 


પૂર્વ મુખ્યમંત્રીએ પણ હાર્ટ એટેકને લઈ વ્યક્ત કરી હતી ચિંતા 

હાર્ટ એટેકના વધતા કેસ અંગે ચિંતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ કરી હતી. હાર્ટએટેકથી મૃત્યુનાં તમામ કેસનું પરીક્ષણ થવું જોઈએ. હાર્ટએટેકમાં મહિલા અને પુરૂષ કેટલા તેનો પણ સર્વે કરાવવો જોઈએ તેવું સુચન પણ તેમણે કર્યું હતું. તેમણે કહ્યું કે, “દેશમાં અનેક લોકોના મોત હાર્ટ અટેકથી થઈ રહ્યા છે, નવરાત્રિમાં કેટલાક લોકોના મોત હાર્ટ અટેકથી થયા,આ સમગ્ર બાબતનું એનાલીસીસ થવું જરૂરી છે. ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી છે. કેમ હાર્ટ અટેકના કેસ વધ્યા તેનું એનાલીસીસ જરૂરી છે. કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે. 'એક વર્ષમાં કેટલા યુવાનોનું હાર્ટ અટેકથી મોત થયું તેનું એનાલીસીસ થાય તે પણ જરૂરી છે'. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. 

Image



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.