લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બે તબક્કા માટે મતદાન થવાનું છે. ચોથી જૂનની રાહ તમામ લોકો જોઈ રહ્યા છે કારણ કે આ તારીખે પરિણામ આવવાનું છે.. કોણ કેટલી બેઠકો જીતશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે રે ગુજરાતની 26એ 26 બેઠકો પર ભાજપની જીત થશે તો કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ વખતે અનેક બેઠકો કોંગ્રેસને મળવાની છે. આ બધા વચ્ચે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મામલે કહ્યું કે ચાર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસ જીતી રહી છે..
પરિણામ પર સૌ કોઈની નજર...
ગુજરાતમાં ઉમેદવારો વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોએ ટફ ફાઈટ આપી છે. આ વખતે લોકસભામાં ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે કાંટની ટક્કર થવાની છે.. કઈ પાર્ટી કેટલી સીટો જીતે છે તેની પર સૌ કોઈની નજર છે... અનેક વખત તમે સાંભળ્યું હશે કે જેમાં ઉમેદવારો એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસ 14 જેટલી સીટો પર જીત હાંસલ કરી રહી છે.
શું કહ્યું શક્તિસિંહ ગોહિલે?
આ બધા વચ્ચે ભાવનગરમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સંગઠનનું સંમેલન યોજાયું, ત્યાં શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે કે આ વખતે 4 કે, તેથી વધુ બેઠકો કોંગ્રેસના ફાળે આવશે. જો કે એ ચાર બેઠકો કઈ હશે તેના વિશે કોઈ વાત નથી કરી. માત્ર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે... મહત્વનું છે કે આ વખતે ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ફાઈટ હતી.. શક્તિસિંહ ગોહિલના નિવેદન પ્રમાણે જોઈએ તો આ વખતે ગુજરાતમાં 26-0 જેવી સ્થિતિ નહીં સર્જાય.
અર્જુન મોઢવાડિયાએ કરી ટ્વિટ અને લખ્યું...
આ તરફ શક્તિસિંહ ગોહિલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો તો બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાએ પણ ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ X પર તેમણે લખ્યું કે ગુજરાતમાં 5-6 બેઠકોને લઈને સ્થાપિત હિતો દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, ભાજપે 1 બેઠક જીતી છે અને બાકીની 25 બેઠકો પર પણ જીત નિશ્ચિત છે. ભાજપ સતત ત્રીજી વખત રાજ્યમાં ક્લીન સ્વીપ કરવા જઈ રહ્યું છે. તે સિવાય ભાજપના અનેક નેતાઓ, ઉમેદવારો દ્વારા જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ચોથી જૂને આવનારૂં પરિણામ કોની તરફેણમાં હોય છે..