રાજકોટમાં બનેલી કરૂણાંતિકાથી લોકો હચમચી ગયા છે.. ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 જેટલા લોકો મોતને ભેટ્યા.. શવની એવી હાલત થઈ ગઈ કે તેની ઓળખાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડી રહ્યો છે. રિપોર્ટ મેચ થઈ રહ્યા છે તે બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. અન્ય મૃતદેહોને શોધવાની કામગીરી કરાઈ રહી છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારને ઘેરી છે.. ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અનેક ફોટાઓ તેમના દ્વારા બતાવવામાં આવ્યા
દાખલો બેસાડવાની જરૂર છે કે.. - શક્તિસિંહ ગોહિલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારો પડકાર છે કે તેઓ આ ઘટના જાતે નિર્ણય કરે અને પીડિતોને સારામાં સારું વળતર આપે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. લીપાથોપી બંધ કરવી જોઈએ. માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી કરો. જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે પીડિતોને સારામાં સારું વળતર આપવામાં આવે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. તે સિવાય તેમણે પૈસા લઈને પોસ્ટિંગ કરવામાં આવે છે તેવી વાત કરી હતી..
"નાના અધિકારીઓ સામે પગલા લેવાયા પરંતુ..!"
તેમણે કહ્યું કે સરકારે આજે કેટલા નાના અધિકારીઓના સસ્પેન્ડ કર્યા છે. મારે પૂછવું છે કે, જ્યાં કમિશ્નર જતા હોય, જ્યાં મેયર જતા હોઈ ત્યાં નાનો કર્મચારી પગલાં લઈ શકે ખરો? મારી માંગ છે કે, સરકાર અધિકારીઓના નામ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.. સરકાર તેમજ આરએમસીની કોર્ટે ઝાટકણી કાઢી છે.. અનેક સવાલો કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યા છે..