ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે કરી પ્રેસ કોન્ફરન્સ! જાણો પત્રકારોના સવાલોના શું આપ્યા જવાબ?


  • Published By :
  • Published Date : 2023-06-10 19:23:46

ગુજરાત કોંગ્રેસની કમાન હજી સુધી જગદીશ ઠાકોર સંભાળી રહ્યા હતા પરંતુ ગઈકાલે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે હું પક્ષનો સૈનિક છું. વિચારમંથન બાદ મને આ જવાબદારી સોંપવામાં આવી છે. મેં આ નિર્ણયને દિલથી આવકાર્યો છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ખેડૂતો, દલીતો, મોંઘવારી, રોજગારી સહિતના મુદ્દાઓ પર આગળ વધવામાં આવશે.


18 જૂનના રોજ સત્તાવાર રીતે સંભાળશે કાર્યભાર!

ગઈકાલે ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળ્યા છે. શક્તિસિંહ ગોહિલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નવનિયુક્તિ બાદ આજે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ કેવી રીતે આગળ વધશે તેવી જાણકારી આપવામાં આવી હતી. શક્તિસિંહ ગોહિલ 18 જૂનના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળવાના છે અને તે પહેલા 10 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને નમન કરશે અને તે બાદ રાજીવ ભવન ખાતે જઈ પોતાનો કાર્યભાર સંભાળશે. 

   

આગામી સમયમાં કોંગ્રેસની રાજનીતિ અંગે કરી વાત!

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ ખેડૂતો, દલિતો, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર રાજનીતિ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુદ્દા આધારિત ચૂંટણી હોવી જોઈએ. અમે લોકો વચ્ચે જઈશું.જગ્યા ખાલી છે અને યુવાનોને નોકરી નથી મળી રહી. ગેસનો બાટલો,પેટ્રોલ,ડીઝલ અને મોંઘવારીના મુદ્દા સાથે સકારાત્મક વલણ સાથે કામ કરીશું. હું જૂથબંધીવાળો રાજકારણી નથી. મારી જોડે આવો અને ખુલ્લા મને ચર્ચા કરો.કોંગ્રેસમાં ક્યારેય કોઈનો અસ્વિકાર નથી, બધાને આવકાર છે પણ બળજબરી પૂર્વક નહીં.

  

ભાજપ પર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ જવાબ આપ્યો!

કોંગ્રેસમાંના અનેક કદાવર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કરી લીધો છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોંગ્રેસને નવા અધ્યક્ષ  મળે છે ત્યારે કોઈ કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ જાય છે. જ્યારે આ વાતને લઈ તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું કેટલાક લોકોને ઓળખું છું, કે તેમને નથી જવું હોતું પણ મજબૂરીથી, ધાક ધમકીથી તેમને લઈ જવામાં આવે છે. અમે તોડજોડની રાજનીતિમાં નથી માનતા. ભાજપ અનેક વખત કોંગ્રેસ પર ભ્રષ્ટાચારને લઈ આરોપો લગાવતા હોય છે. તેમણે ચેલેન્જ કરતા કહ્યું કે, જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો કોંગ્રેસના નેતાને જેલમાં નાખો, 9 વર્ષથી તમારી જ સરકાર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.