શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ, જગદીશ ઠાકોરનું પત્તુ કપાયું


  • Published By :
  • Published Date : 2023-06-09 22:53:58

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ગુજરાત કોંગ્રેસની કમાન રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપી છે. તેઓ અત્યાર સુધી દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકે સેવા આપતા હતા. 


દિપક બાબરિયા અને પરેશ ધાનાણી પણ હતા પદના દાવેદાર


ગુજરાત કોગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, આ અગ્રણી નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ અને દીપક બાબરિયાનો સમાવેશ થતો હતો. પાર્ટીના નવા રાજ્ય પ્રભારી અને અધ્યક્ષની નિમણૂક કરવા માટે રાજ્યના ટોચના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે દિલ્હીમાં લાંબી ચર્ચા-વિચારણા થઈ હતી. પ્રદેશ અધ્યક્ષના પ્રમુખ પદના ટોચના દાવેદારોમાં દિપક બાબરિયા અને પરેશ ધાનાણી પણ હતા. આખરે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ પર દાવ અજમાવ્યો છે. 


જગદીશ ઠાકોરને મોટો ઝટકો


દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડએ મહત્વનો નિર્ણય લીધો છે, હાઈકમાન્ડ દ્વારા શક્તિસિંહ ગોહિલને ગુજરાતની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હવે લોકસભાની ચૂંટણી શક્તિસિંહ ગોહિલ માટે સૌથી મોટી પરીક્ષા છે પણ આ પરીક્ષા પાસ કરી તો કોંગ્રેસ માટે નવો સૂરજ ઉગશે. હાઈકમાન્ડનો આ નિર્ણય જગદીશ ઠાકોર માટે મોટા ઝટકા સમાન છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં રાજ્ય સભાના સાંસદ છે અને 2026 સુધી તેઓ સાંસદ બની રહેશે.


ગ્યાસુદ્દીન શેખે પણ કરી હતી રજૂઆત 


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લોકસમસ્યાને લઇને સંઘર્ષ કરી શકવાની ક્ષમતા ધરાવતા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવજો એવી રજૂઆત સોશિયલ મીડિયા મારફત કોંગ્રેસના મોવડી મંડળને કરી છે. તેમણે લખ્યું છે કે હાઇકમાન્ડે વિવેકબુદ્ધિ અને સર્વેને આધારે કોંગ્રેસની વિચારધારાને સમર્પિત હોય તેવા નેતા અને જમીન સ્તરના કાર્યકરોને સન્માન આપે તેવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ.


ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારોની થઈ રહી હતી ચર્ચા


ગુજરાતમાં કારમી હાર બાદ ગુજરાત કોગ્રેસમાં મોટા ફેરફારો થશે તેવી રાજકીય વર્તુળોમાં આશંકા પહેલેથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. વિધાનસભાની ચૂંટણીમાં 35 ટિકિટો વેચાઈ હતી એવા આક્ષેપો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પાંચ અગ્રણી નેતાઓને દિલ્હી બોલવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની  જાહેરાત કરી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?