ડુંગળીના નિકાસ પર લગાવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા Shaktisinh Gohil! સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-16 12:15:59

ડુંગળીને ગરીબોની કસ્તુરી ગણવામાં આવે છે. રોટલો અને ડુંગળી ખાઈને ગરીબો પોતાના જીવનનો ગુજારો કરતા સામાન્ય રીતે દેખાય છે. ત્યારે  ડુંગળીના નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. નિકાસ ચાલતો હતો ત્યારે ખેડૂતોને આશા રહેતી હતી કે ડુંગળીનો તેમને સારો ભાવ મળશે. પરંતુ નિકાસ પર પ્રતિબંધ મૂકાવાને કારણે ખેડૂતોની કમાણી પર સીધી અસર થઈ છે. પ્રતિબંધને હટાવવા માટે ખેડૂતો વિરોધ કરી પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આવ્યા છે.   

આર્થિક દેવાને કારણે અનેક ખેડૂતો કરે છે આત્મહત્યા

ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ. ખેડૂતો રાત-દિવસ મહેનત કરે છે તેથી જ આપણી થાળીમાં ભોજન આવે છે. ખેતરમાં મજૂરી કરે છે તેથી આપણે ભરપેટ ખાવાનું ખાઈ શકીએ છીએ. પરંતુ ખેડૂતોની હાલત પ્રતિદિન દયનિય બની રહી છે. આર્થિક સ્થિતિ નબળી બની રહી છે. જેને કારણે અનેક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોની સ્થિતિ સુધરે, ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી, ખેડૂતોની હાલત સુધરી છે તેવા દાવા પણ કરવામાં આવે છે પરંતુ તે દાવાની સચ્ચાઈ શું છે તે જાણીએ છીએ. 

માર્કેટ યાર્ડના મેઈન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું


ડુંગળીના નિકાસ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ 

વરસાદ પર ખેતીનો આધાર રહેલો હોય છે. પરંતુ વરસાદ હવે અનિયમિત થઈ ગયો છે જેને કારણે વરસાદ ક્યારે આવશે તેની જાણ નથી થતી. વરસાદ અનિયમિત થઈ ગયો છે જેને કારણે ગમે ત્યારે વરસાદ પડી રહ્યો છે. આ બધા વચ્ચે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધારે કમાણી થાય તે માટે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર વધારે કર્યું હતું પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નિકાસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તા પર વિરોધ પ્રદર્શન ખેડૂતો કરી રહ્યા છે. ડુંગળીને રસ્તા પર ફેંકી દીધો અને અનેક રસ્તાઓ બ્લોક પણ કર્યા. 



શક્તિસિંહ ગોહિલે નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટે તે માટે કરી રજૂઆત!    

અનેક ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી જેને લઈ પોલીસે અનેક ખેડૂતોની અટકાયત પણ લીધી છે. બે દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે પણ તેમનો વિરોધ યથાવત છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે વાત કરી છે અને સરકાર પર પ્રહાર કર્યા છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો કેન્દ્ર સરકારનો નિર્ણય ડુંગળી પકવતા ખેડૂતો માટે અન્યાય કર્તા. સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે અથવા પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?