ગુજરાતમાં આજે લોકસભા બેઠક માટે મતદાન થઈ રહ્યું છે.. 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. અનેક જગ્યાઓથી સમાચાર સામે આવ્યા કે ઈવીએમ ખોરવાઈ ગયા છે. ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.
શક્તિસિંહ ગોહિલે લગાવ્યો આરોપ કે...
શક્તિસિંહ ગોહિલ દ્વારા એક આરોપ લગાવામાં આવ્યો છે.. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે આરોપ લગાવ્યો છે કે વાસણ ગામમાં રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના એક ધારાસભ્યના પતિએ વાસણ ગામમાં મતદાન બંધ કરાવ્યું છે. ચૂંટણી પંચ ને કહીશ કે આ સંદર્ભે કાર્યવાહી કરે. તે સિવાય તેમણે અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા છે. ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા હતા.
આને લઇ પણ તેમણે ઉઠાવ્યો વાંધો
તેમણે કહ્યું કે કેસરી ખેસ પહેરીને અમિતભાઈએ વોટિંગ કર્યું છે એવી જ રીતે હું પણ આ ખેસ પહેરીને વોટીંગ કરીશ. હવે જોવાનું છે કે એમના માટેના નિયમો અને અમારા માટેના નિયમો અલગ અલગ છે કે કેમ. મહત્વનું છે કે તેની પહેલા પણ તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપના સિમ્બોલ વાળી પેનના ઉપયોગ સામે ચૂંટણી પંચ સમક્ષ વિરોધ દર્શાવ્યો છે.