ઉત્તર ગુજરાતમાં આવેલ પવિત્ર શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. યાત્રાધામ બહુચરાજી સ્થિત બહુચર માતાજીને મંદિરને 71.5 ફૂટ ઊંચા શિખર સાથે નવેસરથી ઉભું કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે જૂના મંદિરની સરખામણીએ નવું મંદિર એટલું ભવ્ય નહોતું દેખાતું તેથી માઈ ભક્તોમાં પણ ભારે અસંતોષ હતો વળી મંદિરનું નિર્માણ પણ વાસ્તુશાસ્ત્ર મુજબ ન હોવાથી તેના જીર્ણોધ્ધારની માગ છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. રાજ્ય સરકારે આ જાહેરાત કરતાં માઇભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp
જી ના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામ અને નગરના આયોજનની મંજૂરી આપી તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
— Balwantsinh Rajput (@Balwantsinh999) March 7, 2023
રાજ્ય સરકારે કરી જાહેરાત
માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp
જી ના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામ અને નગરના આયોજનની મંજૂરી આપી તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
રાજ્ય સરકારના બે મંત્રીઓ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને યાત્રાધામ વિકાસ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરના નવનિર્માણ અંગે જાણકારી આપતા કહ્યું કે લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા મા બહુચરના ધામમાં દર્શનાર્થે આવતા યાત્રિકોને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રાજ્ય સરકારે રૂ.20 કરોડ ફાળવ્યા છે.
મંદિર કેવું બનશે?
રાજ્ય સરકારે બહુચરાજી મંદિરના જીર્ણોધ્ધાર માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તે મુજબ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે. જે મુજબ આગામી 25 વર્ષને ધ્યાને લઇ ત્રણ તબક્કામાં મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જેના પ્રથમ તબક્કામાં મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ અને મંદિરના શિખરની ઊંચાઈ 71.5 ફૂટની કરવાનું કામ હાથ ધરાશે. જેના માટે રૂ.20 કરોડ ફાળવાયા છે. આ સાથે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા શિખરની ઊંચાઇના વિવાદનો અંત આવ્યો છે.