અંબાજી મોહનથાળનો વિવાદ ફરી એક વખત વકર્યો છે. થોડા સમય પહેલા મોહનથાળ પ્રસાદ બંધ થવાને કારણે હોબાળો થયો હતો. ભાદરવી પૂનમનો લોકમેળા પહેલા મોહનથાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મેળો પૂર્ણ થયા બાદ આ રિપોર્ટનું રિઝલ્ટ આવ્યું છે. જેમાં મોહનથાળ મતલબ કે ફૂડ સેમ્પલ ફેલ થયો છે. ભેળસેળ યુક્ત ઘી વાપરવામાં આવ્યું છે તેવો ખુલાસો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. મોહનથાળ બનાવતી વખતે નકલી ઘી વાપરવામાં આવ્યું હોવાનું સામે આવતા ભક્તોમાં રોષ ભરાયા છે. આ સમાચાર આવ્યા બાદ મંદિર પ્રશાસન દ્વારા આ બાદ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી.
ભાદરવી પૂનમના મેળામાં લીધો હતો લાખો ભક્તોએ પ્રસાદનો લાભ
ભાદરવી પૂનમનો મેળો થોડા સમય પહેલા પૂર્ણ થયો છે. લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. લાખો ભક્તોએ મોહનથાળનો પ્રસાદ આરોગ્ય છે. આ બધા વચ્ચે એક સમાચાર સામે આવ્યા કે મોહનથાળમાં વપરાતું ઘી નકલી છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાદ્ય વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે.
મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ કરાયો રદ્દ
આ સમાચાર સામે આવ્યા બાદ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. આ વિવાદ વધે તે પહેલા જ એક નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. મોહિની કેટરર્સ સાથેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કવરામાં આવ્યો નથી. હાલ પ્રસાદ બનાવવાની કામગીરી મંદિર હસ્તક લઈ લેવામાં આવ્યો છે.