શક્તિપીઠ Ambajiનો મોહનથાળ ફરીવાર ચર્ચામાં, અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાના ઘીમાં ભેળસેળ, આટલા ડબ્બા કરાયા સીઝ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-03 16:31:35

થોડા સમય પહેલા શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદ તરીકે અપાતો મોહનથાળ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેની બદલીમાં ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રસાદને લઈ લેવાયેલા નિર્ણયને કારણે ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભારે વિવાદને કારણે ફરી એક વખત મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત મોહનથાળ પ્રસાદ ચર્ચામાં છે કારણ કે અંબાજી મહામેળામાં પ્રસાદ બનાવતા કેટરર્સના ઘીનાં સેમ્પલ ફેલ ગયા છે તેવી માહિતી સામે આવી છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘી ના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી પૂનમનાં મહામેળામાં લાખો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હોય છે. 

ઘીના સેમ્પલ થયા ફેલ!

માની 51 શક્તિપીઠમાંની પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવા સમાચાર આવી રહ્યા છે. હમણા જ ભાદરવી પૂનમનો મેળો ભરાયો હતો અને પૂર્ણ પણ થઈ ગયો છે. ત્યારે અંબાજીથી સમાચાર મળી રહ્યા છે કે ભક્તોને અપાતા મોહનથાળનો પ્રસાદ આરોગ્ય વિભાગની તપાસમાં ફેલ ગયો છે. લાખો ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો છે. 40 લાખથી વધારે માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. શક્તિપીઠ મા અંબા સામે ભક્તોએ શીશ ઝુકાવ્યું છે.  મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે જે ઘી વાપરવામાં આવ્યું છે તે ઘી ચોખ્ખું નથી પરંતુ ભેળસેળ વાળું હોવાની માહિતી સામે આવી છે.  

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ યથાવત્ રાખવા ગુજરાત સરકાર આખરે સહમત

Devotees will make free Mohanthal and give prasad until the Trust starts  the Mohanthal | ટ્રસ્ટ જ્યાં સુધી મોહનથાળ ચાલુ નહીં કરે ત્યાં સુધી ભક્તો  નિઃશુલ્ક મોહનથાળ બનાવી પ્રસાદ ...


મોહિની કેટરર્સને ત્યાંથી લેવાયા ઘીના સેમ્પલ 

અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાદ્ય વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. ડબ્બાને સીઝ કરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જે કેટરર્સને ત્યાંથી આ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે તે કેટરર્સ અંબાજી મંદિરના મોહનશાળનો પ્રસાદ બનાવે છે. પ્રસાદ તૈયાર કરનાર મોહિની કેટરર્સ પર ગંભીર આરોપલ લાગ્યા છે. 


અંબાજી મંદિરમાં હવે મોહનથાળનો પ્રસાદ મળતો બંધ થઈ જશે? માઈભક્તોમાં કેમ છે  નારાજગી - Gujarat Tak

મોહનથાળ પ્રસાદ બંધ કરવાના વિરોધમાં અંબાજી સજ્જડ બંધ - Ambaji Sajjad Bandh  In Protest Against Mohanthal Prasad Closure - Abtak Media

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે ચેકિંગ 

મહત્વનું છે તહેવારોની સિઝન નજીક આવી રહી છે. મીઠાઈઓ તેમજ ખાવા પીવાની વસ્તુઓ લોકો બહારથી લાવતા હોય છે. તહેવારની સિઝન નજીક આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવે છે. 



જ્યારે સહારો જોઈ તો હોય ત્યારે લોકો સહારો નહીં માત્ર વાતો કરતા હોય છે.. જૂઠ્ઠા દિલાસાઓ આપતા હોય છે કે અમે તમારી સાથે છીએ.. પરંતુ વાસ્તવિક્તામાં એ આપણને મદદ નથી કરતા.. અનેક કિનારાઓ એવા હોય છે જે આપણને પસંદ નથી હોતા.

એક મંદિર જ્યાં લાખો-કરોડો ભક્તો દર્શન કરે છે...દુનિયાભરના લોકોની આસ્થાનું કેન્દ્ર છે... જ્યાં પ્રભુના સન્મુખ થવા માટે પણ કલાકો નીકળી જાય છે... ધર્મસ્થાનોમાં ઇશ્વરની પૂજા-અર્ચના બાદ પ્રસાદનો પણ અનેરો મહિમા હોય છે. પ્રસાદને લોકો ખૂબ જ પ્રેમભાવથી ગ્રહણ કરતા હોય છે

રાજ્યમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેને કારણે એવું લાગતું હતું કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે... ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે..

આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના