કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે: શક્તિસિંહ ગોહિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:57:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો તેમની રણનિતી તૈયાર કરવામાં લાગી છે. ભાજપના અગ્રણી નેતાઓ આ વખતે  ‘નો રિપીટ થિયરી’હેઠળ વર્તમાન 50 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાજપ ‘નો રિપીટ થિયરી’માં માને છે. કોંગ્રેસ પક્ષ પણ કોઈ ખાસ કારણ હોય, તો જ ધારાસભ્યોની ટિકિટ કાપે છે, બાકી મોટાભાગના ધારાસભ્યોને રીપીટ કરવામાં આવે છે.


કોંગ્રેસના વર્તમાન MLAને રાહત


શક્તિસિંહે કબૂલ્યું છે કે, કોંગ્રેસ સીટિંગ ધારાસભ્યોની ટિકિટ નહીં કાપે. શક્તિસિંહની આ સ્પષ્ટતાએ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને આડકતરી રીતે જ  તેમની ટિકિટને લઈ સંદેશો આપી દીધો છે. વધુમાં શક્તિસિંહે જણાવ્યું કે, હજુ અમારે તમામ બેઠકો પર ટિકિટના દાવેદારોને સાંભળવાના છે. રાહુલ ગાંધી પણ સતત ભારત જોડો યાત્રાના પ્રવાસે છે. જેના કારણે ઉમેદવારોનો લિસ્ટ જાહેર કરવામાં મોડું થઈ રહ્યું છે.


કોંગ્રેસના નેતાઓની નરેશ પટેલ સાથે બેઠક


આજે રાજકોટ ખાતેથી ‘કોંગ્રેસ કે સાથ માઁ કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા બપોરે ખોડલધામ ખાતે પહોંચી હતી, જ્યાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસના આગેવાનોની બંધ બારણે એક બેઠક પણ યોજાઈ હતી. 


ખોડલધામ ખાતે નરેશ પટેલની ઓફિસમાં કોંગ્રેસના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 30 મિનિટ કરતાં પણ વધુ સમય સુધી ચાલી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય પ્રતાપ દૂધાત, ધારાસભ્ય લલિત વસોયા, સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા, કોંગ્રેસના આગેવાન અને પાટીદાર નેતા મિતુલ દોંગા હાજર રહ્યાં હતા. કોંગ્રેસ નેતાઓએ હળવા માહોલમાં ખોડલધામ નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ અગાઉ પણ કોંગ્રેસમાં જવાના અણસાર આપી ચૂક્યા છે. નરેશ પટેલની કોંગ્રેસના આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજતા અનેક તર્કવતર્કો થઈ રહ્યાં છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?