એક તરફ દેશના વિવિધ રાજ્યો પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી એનસીઆર, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. મંગળવાર બપોરે આ રાજ્યોની ધરા ધ્રુજી હતી. જમ્મુ કાશ્મીરનું ડોડા ધરતીકંપનું કેન્દ્રબિંદુ હતું અને તેની ઉંડાઈ જમીનની 6 કિલોમીટર અંદર નોંધાઈ હતી. ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલ જેટલી નોંધાઈ હતી. ભારત સિવાય ચીન તેમજ પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહત્વનું છે કે ઘણા સમયથી ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે.
આ રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા!
છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે દિલ્હી-NCR,જમ્મુ કાશ્મીર, ચંદીગઢ, પંજાબ તેમજ હિમાચલ પ્રદેશમાં ભૂકંપનો અહેસાસ થયો હતો. મંગળવાર બપોરે આ ધરતીકંપનો અહેસાસ થયો હતો. રિક્ટર સ્કેલની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જમ્મુ કાશ્મીર સિવાય પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ ધરતીકંપનો અનુભવ થયો હતો. અચાનક ધરતી ધ્રુજી ઉઠતા લોકો ડરીને ઘરની બહાર આવી ગયા હતા.મહત્વનું છે કે ધરતીકંપને કારણે કોઈ જાનહાનિ થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. તે સિવાય હિમાચલ પ્રદેશની ધરા પણ ધ્રુજી હતી.