સમસ્ત ગુજરાત બાહ્ય સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે શૈલેષ ઠાકરણની વરણી કરાઈ


  • Published By : Admin
  • Published Date : 2025-04-07 19:28:39

અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. 

છેલ્લા 35 વર્ષથી શ્રી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત કાર્યરત રહી સમાજની કામગીરી કરતા આવ્યા છે. સરળ, નિખાલસ અને પરગજુ સ્વભાવ ધરાવતા  શૈલેષ ઠાકરની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ, મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેતા બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી હોય તે સ્વાભાવિક છે. 

આ તકે શૈલેષભાઈએ જણાવ્યું કે, ભૂતપૂર્વ પ્રમુખ પીનાકીન ભાઈ રાવલની મુદ્દત પૂર્ણ થતા આજે સર્વાનુમતે મારી વરણી કરાઈ ત્યારે સમાજનું હું ખુબ આભારી છું. તમામ પ્રમુખોને સાથે લઈને અમે ચાલીશું અને પીનાકીનભાઈએ જે મજબુત પાયો નાંખ્યો તેને આગળ ધપાવવાનું કામ કરીશું. સમાજના ઉત્થાનનું સતત કામ કરતા રહીશું. 

સંસ્થાના હાલના પ્રમુખ પિનાકીનભાઇ રાવલની અધ્યક્ષતામાં યોજાયેલ આજની સામાન્ય સભામાં અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, મણીનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતા, એશીયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડીન અને પંજાબ એમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કમલેશભાઈ ઉપાધ્યાય, મહામંત્રી અનિલભાઈ શુકલ, મહિલા પ્રમુખ ધારીણીબેન શુકલ, મહિલા ઉપપ્રમુખ રીનાબેન પંડ્યા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ દેવાંગભાઈ દવે, બ્રહ્મ સમાજના યુવા આગેવાન જીગ્નેશભાઈ જોશી,  આઇ.ટી સેલના ઇન્ચાર્જ પલકભાઈ ભટ્ટ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ પદાધિકારીઓ, હોદ્દેદારો સહિત ખુબ મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.



અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી પતે હવે ખાસ્સો સમય થવા આવ્યો છે. પરંતુ હજી સુધી બીજેપી તેના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ઘોષિત ના કરી શકી . આ બીજેપી અધ્યક્ષની રેસમાં નીતિન ગડકરી , શિવરાજસિંહ ચૌહાણ , મનોહરલાલ ખટ્ટર તથા અન્ય નામો છે. તો હવે જોઈએ બીજેપી કોની પર પસંદગીનો કળશ ઢાળે છે .

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પછી સમગ્ર વિશ્વના શેરબજારો ખુબ જ ડાઉન ગયા છે. આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વાત કરીએ યુરોપીઅન યુનિયનની તો કેનેડા અને ચાઈના પછી યુરોપ અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવી શકે છે. લંડન અને ઇઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.

૨૧મી સદીમાં નવું ખનીજ તેલ એટલે , ડેટા . આ ડેટા થકી જ કોઈ પણ દેશ કે કંપની તેનું અસ્તિત્વ ટકાવી શકે છે. હવે એ જાણીએ કે કઈ રીતે આપણે આપણી ચેટ્સને સુરક્ષિત કરી શકીએ . તો તેની માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ સોશ્યિલ મીડિયા એપ્સનો જ ઉપયોગ કરવા જોઈએ . સાથે જ આપણે આપણા મોબાઈલમાં સોફ્ટવેર અપડેટેડ રાખવું જોઈએ .