શાહરૂખ ખાનને લઈને મોટા સમાચાર આવ્યા છે. તે શૂટિંગ દરમિયાન ખરાબ રીતે ઘાયલ થયા હતા, જેના કારણે તેમને સર્જરી કરાવવી પડી હતી. શાહરૂખ ખાન અમેરિકાના લોસ એન્જલસમાં શૂટિંગ કરી રહ્યા હતા, તે શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. શાહરૂખને નાકમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું લોહી વહેતું બંધ કરવા માટે સર્જરી કરાવવી પડી હતી. અભિનેતાની તબિયત સારી છે અને તે ભારત પરત ફર્યા છે.
નાકની સર્જરી કરવામાં આવી
ડૉક્ટરોએ અભિનેતાની ટીમને જાણ કરી હતી છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને રક્તસ્ત્રાવ રોકવા માટે તેમના નાકની નાની સર્જરી કરાવવાની જરૂર પડી છે. મીડિયા રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "ઓપરેશન બાદ શાહરૂખને નાક પર પટ્ટી બાંધેલી જોવામાં આવી હતી અને હવે તે સ્વદેશમાં પાછો ફર્યો છે અને ઘરે આરામ કરી રહ્યા છે."