રિલીઝ થઈ Shahrukh Khanની ફિલ્મ Jawan, ભરપૂર એક્શનથી ભરેલી છે ફિલ્મ, કિંગ ખાનના ફેન્સમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ


  • Published By :
  • Published Date : 2023-09-07 19:56:45

 થોડા સમય પહેલા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ આવી હતી જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યારે આજે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ કિંગ ખાનના ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઈ તહેવાર હોય તેવો માહોલ તેવો ઉત્સાહ ફેન્સમાં જોવા મળ્યો હતો. ફિલ્મની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. અનેક જગ્યાઓ પર જવાન ફિલ્મને જોવા માટે વહેલી સવારથી લોકો પહોંચી ગયા હતા. ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ પણ  કરી લેવામાં આવ્યું હતું. 

ફિલ્મને લઈ ફેન્સમાં હતો અનેરો ઉત્સાહ  

જવાન ફિલ્મને લઈ શાહરૂખ ખાનના ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. મોટા પડદા પર શાહરૂખ ખાનને જોવા માટે આતુર હતા. જ્યારથી જવાન ફિલ્મનું ટ્રીઝર રિલીઝ થયું ત્યારથી ફેન્સમાં ફિલ્મને લઈ excitment વધી રહી હતી. તે બાદ એક્શનથી ભરેલું ટ્રેલર આવ્યું. માત્ર થોડા સમયની અંદર જ ટ્રેલરને મિલીયનની સંખ્યામાં વ્યુ મળી ગયા હતા. ફેન્સ 7 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા હતા. આજે એટલે કે 7 સપ્ટેમ્બરે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. એડવાન્સ બુકિંગ પહેલી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા હતા.     

શું છે ફિલ્મની સ્ટોરી?

જો ફિલ્મના સ્ટોરીની વાત કરીએ તો આખા ફિલ્મ દરમિયાન અલગ અલગ રોલમાં શાહરૂખ ખાન નજરે પડે છે. ફિલ્મની શરૂઆત એક ટ્રેન હાઈજેકથી થાય છે. હાઈજેક કરનારે યાત્રિઓને બદલે કૃષિમંત્રીથી વાત કરવાની ડિમાન્ડ રાખી. કૃષિમંત્રીને એક અમાઉન્ટ માગે છે, જેને પાંચ મીનિટની અંદર અરેન્જ કરવી સરકાર માટે પણ અશક્ય હતું. એ ટ્રેનમાં બહુ મોટા બિસનેસમેનની દીકરી પણ મુસાફરી કરી રહી હોય છે. ટ્રેન હાઈઝેક કરવા વાળાની એક સલાહ છે કે સરકાર બિઝનેસમેનના દેવાને માફ કરી શકે છે તો ટ્રેનમાં ફસાયેલા લોકોની જીંદગીને બચાવવા તેમની (બિસનેસમેન)ની મદદ પણ લઈ શકે છે. આ આખી કહાણી પૂર્ણ થાય છે. રકમ મળ્યા બાદ 7 લાખ ખેડૂતોના દેવા ચૂકવાઈ ગયા હોય છે. આખી ફિલ્મ દરમિયાન શાહરૂખ ખાન અલગ અલગ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ અનેક ફિલ્મના રેકોર્ડ પણ તોડી શકે છે. 



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?