ભારતના અનેક રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.થોડા સમય પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલરને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ બીજા અનેક દેશોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને જોવા અત્યારથી જ એડવાન્સ બુકિંગ કરાવામાં આવી રહ્યું છે. ભારતમાં એડવાન્સ બુકિંગ શરૂ નથી થયું. બુકિંગ જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ સુપરહિટ હશે.
વિશ્વના અનેક દેશોમાં રિલીઝ થશે ફિલ્મ
અંદાજીત ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે. પઠાણ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. 25 જાન્યુઆરીના રોજ પઠાણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરંતુ અનેક લોકો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પઠાણ ફિલ્મ અનેક દેશોમાં રિલીઝ થવાની છે.
ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે શરૂ
વિદેશમાં પઠાણ ફિલ્મને જોવા દર્શકો ઉત્સુક લાગી રહ્યા છે. ફિલ્મ 25 તારીખે રિલીઝ થવાની છે પરંતુ તે પહેલા જ વિદેશમાં દર્શકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. બુકિંગને જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મની ઓપનિંગ ધમાકેદાર થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે KGFફિલ્મનું એડવાન્સ બુકિંગના રેકોર્ડ જ તૂટી શકે છે. આ ફિલ્મનું બુકિંગ 1.32 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.