Ahmedabadની કેડી હોસ્પિટલમાં દાખલ છે Shahrukh Khan, ડીહાઈડ્રેશન થતા બગડી તબિયત, જાણો ક્યારે મળી શકે છે રજા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-23 14:14:52

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ રમાઈ.. શાહરૂખ ખાન ટીમ Kolkata Knight Ridersને સપોર્ટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. ગરમીને કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને ખબર આવી કે ગઈકાલે એટલે કે 22 તારીખે તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા .ડિ-હાઈડ્રેશન થવાને કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી તેવી વાત સામે આવી હતી. હાલ તેમની તબિયત સારી છે અને આજ બપોર સુધીમાં તેમને રજા પણ આપી દેવાશે તેવી માહિતી સામે આવી છે.. શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન તેમજ જૂહી ચાવલા હોસ્પિટલ પહોંચ્યા હતા. 


આજ બપોર સુધીમાં કિંગ ખાનને મળી શકે છે રજા 

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 46 ડિગ્રીને નજીક હતું.. આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ વધારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.. વધતી ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે અને તેમને ડિ હાઈડ્રેશન થઈ રહ્યું છે.. ત્યારે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પણ ડિહાઈડ્રેશનના શિકાર બન્યા..તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને હાલ તેમની તબિયત સ્થિર છે તેવી માહિતી સામે આવી છે... બપોર સુધીમાં તેમને રજા પણ મળી શકે છે..     


ગરમીને કારણે લોકો પડી રહ્યા છે બિમાર 

મહત્વનું છે કે ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.. આટલી ગરમી વધવાને કારણે લોકોની તબિયત બગડી રહી છે, લોકો બિમાર પડી રહ્યા છે. ગરમીથી બચવા માટે અનેક ઉપાયો આપણે કરવા જોઈએ.. કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ.. અને જો ઘરની બહાર નિકળવાનું થાય છે તો સાવધાની રાખીને જવું જોઈએ.. ઉપરાંત પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ..    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?