સૌરાષ્ટ્ર પર શાહની નજર,કાલે કરશે સોમનાથનો પ્રવાસ !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-24 19:50:30

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ખૂબ ઓછા દિવસો બચ્યા છે. આ દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપે દિવાળી પર્વ પણ ચૂંટણીની કામગીરી શરૂ રાખી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે ત્યારે આવતી કાલે અમિત શાહ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજશે.


ગુજરાતમાં  છેલ્લા 27 વર્ષથી ભાજપ એક હથ્થું શાસન ચલાવી રહી છે ત્યારે સત્તાનું  પુનરાવર્તન માટે ભાજપ એક બાદ એક પાસા ફેકી રહી છે. તહેવારો પર પણ ચૂંટણીની તૈયારી પર બ્રેક લગાવવામાં આવી નથી. આવતીકાલે અમિત શાહ સોમનાથ પહોચશે અને સૌરાષ્ટ્ર ઝોનની રણનીતિ તૈયાર કરશે.



કેમ સૌરાષ્ટ્ર પર છે નજર ??


2017ની ચૂંટણીમાં ભાજપને 23 અને કોંગ્રેસને 30 જ્યારે એનસીપીને 1 સીટ મળી હતી. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં ભાજપનું પ્રભુત્વ વધુ જોવા મળ્યુ હતુ. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એકસરખી સીટ મળી હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...