ઈદ નિમિત્તે શાહરૂખ અને સલમાનના ઘર બહાર ઉમટ્યા હજારો ચાહકો, બંને અભિનેતાએ પણ ફેન્સનું કર્યું અભિવાદન


  • Published By :
  • Published Date : 2023-04-22 21:10:06

ભારત સહિત દુનિયાભરમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ આજે પણ બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી.  શાહરૂખ ખાન અને સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા. સલમાન ખાને ગેલેક્સી એપાર્ટમેન્ટ તથા કિંગ ખાને તેના ઘર મન્નતની બાલ્કનીમાં આવીને ચાહકોને શુભકામના પાઠવી હતી. 


હજારોની સંખ્યામાં ચાહકો ઉમટ્યા


ઈદ ઉલ ફિત્રના ખાસ અવસર પર હજારો ચાહકો સવારથી કિંગ ખાનના ઘરની બહાર ઉમટ્યા હતા. ઈદના અવસર પર શાહરૂખ હંમેશાં તેના ફેન્સને મળવા માટે તેના ઘરની બહાર આવે છે. તેની એક ઝલક જોવા માટે સવારથી જ અહીં ચાહકો એકઠા થયા હતા. કિંગ ખાનને જોઈને તેના ફેન્સ ખુશીથી ઊછળી પડ્યા હતા. આ જ પ્રકારે સલમાન ખાને પણ તેના ઘરની બાલ્કનીમાંથી ચાહકોનું હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?