શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે અને તેમની સાથે સાથે દિપીકા પાદુકોણ, જોન અબરાહમ પણ જોવા મળશે. થોડા સમય પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું અને દર્શકોને ખૂબ પસંદ પણ આવ્યું હતું. ત્યારે આજે ટ્રેલર રિલીઝ થયું છે જેમાં શાહરૂખ ખાન અને જોન એબ્રાહમ વચ્ચે જબરદસ્ત ફાઈટ જોવા મળશે. આ ફિલ્મમાં ડિંપલ કપાડિયા પણ જોવા મળશે.
ટિઝર બાદ ટ્રેલર આવી રહ્યું છે પસંદ
પઠાણ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે. 25 જાન્યુઆરીએ ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરને જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં જોરદાર એક્શન જોવા મળશે. યશરાજ ફિલ્મના ઓફિશિયલ પેજ પર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક્શન, થ્રિલ અને સસ્પેન્સ ત્રણેય જોવા મળશે. આ ફિલ્મમાં જોનને આતંકવાદી ગૃપનો સભ્ય બતાવવામાં આવ્યો છે. ભારત પર તેની નજર હોય છે. ત્યારે દેશને બચાવા શાહરૂખ ખાન સ્પાઈ એજન્ટ તરીકે જોવા મળશે.
ચર્ચાનું કેન્દ્ર રહી છે પઠાણ ફિલ્મ
ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક જગ્યા પર આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. બોયકોટનો ટ્રેન્ડ પણ ફરી ઉઠ્યો હતો. બેશરમ રંગ ગીતમાં દિપીકાના કપડાના રંગને લઈ લોકોએ ભારે વિરોધ નોંઘાવ્યો હતો. વિરોધ વધતા ફિલ્મમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ અને દિપીકાની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળશે. ડિમ્પલ કાપડિયા પણ આ ફિલ્મમાં જોવા મળશે,