શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ થઈ રિલીઝ, અનેક થિયેટરો બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-25 11:35:43

અનેક વર્ષો બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળી રહ્યા છે. શાહરૂખ અને દિપીકાની ફિલ્મ પઠાણ આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. અનેક સ્થળો પર પઠાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વિવાદ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. ફસ્ટ ડે ફસ્ટ શોમાં અનેક દર્શકો પહોંચ્યા હતા. 


અનેક દેશોમાં રિલીઝ થઈ પઠાણ ફિલ્મ 

ભારત સહિત  દુનિયાના 100થી વધુ દેશોમાં પઠાણ ફિલ્મ એકસાથે રિલીઝ થઈ છે. અનેક વર્ષો બાદ શાહરુખ ખાન કમબેક કરી રહ્યા છે જેને લઈ તેમના ફેન્સ પણ ઉત્સાહીત છે. અનેક દેશોમાં ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ દિવસે ધુમકમાણી કરી શકે છે.  


પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ થઈ રિલીઝ 

શાહરૂખ અને દિપીકાની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ વિવાદ શરૂ થઈ ગયો હતો. અનેક જગ્યાઓ પર ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં ફિલ્મના પોસ્ટરને બાળી નાખવામાં આવ્યા હતા તો કોઈક જગ્યા પર તોડફોડ કરવામાં આવી હતી. રિલીઝ થયાના દિવસે કોઈ વિવાદ ન થાય તે માટે અનેક મલ્ટીપ્લેક્ષો બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. 


શાહરૂખના ફેન્સમાં અનેરો ઉત્સાહ 

શાહરુખ ખાનની ફિલ્મ રિલીઝ થતા જ તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ચાહકો શાહરૂખ ખાનની ફિલ્મ જોવા આવી રહ્યા છે. થિયેટરો બહાર શાહરૂખ ખાનના ફેન્સે શાહરૂખના પાત્રના ફોટોવાળી કેક કાપીને ફિલ્મની ઉજવણી કરી હતી.    






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?