શાહરૂખની ફિલ્મ "પઠાણ"ને લઈ વિવાદ વકર્યો, અયોધ્યાના મહંતે થિયેટરોને ફૂંકી મારવાની કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-12-15 13:51:29

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની ફિલ્મને લઈ વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે. હવે અયોધ્યાના મહંત રાજુ દાસે આ  ફિલ્મનો બાયકોટ કરવાની અપીલ કરી છે. રાજુ દાસે શાહરૂખ ખાન પર સનાતન ધર્મની મજાક અને હિંદુ દેવી દેવતાઓના અપમાનનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેમણે જે પણ થિયેટરમાં ફિલ્મ પઠાણ લાગી હોય તેને ફૂંકી મારવાની હાંકલ કરી હતી.  


પઠાણ ફિલ્મનો વિરોધ શા માટે?


પઠાણ ફિલ્મમાં દીપિકા પદુકોણે ભગવા રંગની બિકિની પહેરી છે. રાજુ દાસે સવાલ કર્યો કે ભગવા રંગની બિકીની પહેરવાની શું જરૂર છે?. શાહરૂખ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ બધુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જ કરવામાં આવે છે. તેમણે લોકોને જેવા સાથે તેવા થવાની અપીલ કરી હતી.


હિંદુ મહાસભાના અધ્યક્ષે પણ કર્યો વિરોધ


હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે પણ આ ફિલ્મને લઈ વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે આ ભગવો રંગ છે અને પઠાણ ફિલ્મમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે. પઠાણમાં ભગવાનું અપમાન ભારત સહન નહીં કરે. તેણે કહ્યું- શાહરૂખ ખાન અને દીપિકાની આગામી ફિલ્મ પઠાણમાં જે રીતે ભગવા રંગના કપડા અશ્લીલ રીતે પહેરવામાં આવ્યા છે અને તેને પહેરીને બેશરમ રંગ ગીત ગાયું છે. આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે. તેમણે કહ્યું, "હું હિંદુ સમુદાયને વિનંતી કરું છું કે પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરે.".


મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલિઝ નહીં થાય


મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલીઝ નહીં થાય, મધ્યપ્રદેશના મંત્રીએ ચેતવણી આપી છે કે જો દીપિકાના કપડાં અને ફિલ્મના કેટલાક સીન બદલવામાં નહીં આવે તો તેઓ તેમના રાજ્યમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. મંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ કહ્યું- ફિલ્મ પઠાણના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક અભિનેત્રી દીપિકા પાદુકોણનો પોશાક ખૂબ જ વાંધાજનક છે અને ગીત ભ્રષ્ટ માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. ગીતોના દ્રશ્યો અને કોસ્ચ્યુમમાં સુધારો કરવો જોઈએ, નહીં તો ફિલ્મને મધ્યપ્રદેશમાં મંજૂરી છે કે નહીં તે અંગે વિચારવું પડશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?