શાહરૂખ ખાને કતારમાં ભારતીય નેવીના અધિકારીઓની મુક્તિમાં કોઈ ભૂમિકા હોવાનો કર્યો ઇનકાર, શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-13 20:15:46

જાસુસીના આરોપ હેઠળ કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ નેવી સૈનિકોને કતારથી ભારત પરત લાવવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતીય નૌકાદળના આ પૂર્વ સૈનિકોને કતારમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત સરકારની કૂટનીતિ અને રાજદ્વારી સંબંધોના કારણે આપણા પૂર્વ 8 નેવી સૈનિકો તેમના દેશમાં પાછા ફરી શક્યા છે. કતારથી પરત ફરેલા સૈનિકોને જોઈને તેમનો આખો પરિવાર ખુશ છે અને મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી કતારથી 8 નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો હતો. જેના કારણે વિવાદ સર્જાયો હતો, જો કે હવે આ સમગ્ર મામલે શાહરૂખ ખાનની પ્રતિક્રિયા આવી છે.  


શાહરૂખ ખાનના નિવેદનમાં શું કહ્યું છે?


શાહરૂખ ખાન કતાર દ્વારા ભારતીય નૌકાદળના આઠ દિગ્ગજ સૈનિકોને છોડાવવામાં સામેલ હોવાના દાવાને નકારી કાઢ્યા છે. શાહરૂખ ખાને પોતાનું નિવેદન તેની મેનેજર પૂજા દાદલાની દ્વારા જારી કર્યું હતું. કતારમાંથી ભારતીય નૌકાદળના અધિકારીઓને છોડાવવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકા સાથે જોડાયેલા અહેવાલો અંગે શાહરૂખ ખાનનું કહેવું છે કે આ દાવાઓ નિરાધાર છે. આવા સમાચારોને અફવા ગણાવતા શાહરૂખ ખાને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. શાહરૂખ ખાનની ઓફિસે એક નિવેદન જાહેર કરી તમામ અફવાઓ પર હવે વિરામ લગાવી દીધો છે. તેમાં લખ્યું છે કે, “કતારથી ભારતીય નૌકાદળના અધિકારીઓની મુક્તિમાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકાને લગતા રિપોર્ટના સંદર્ભમાં,  શાહરૂખ ખાન જણાવે છે કે તેના હસ્તક્ષેપના આવા કોઈપણ દાવા પાયાવિહોણા છે,  ભારત સરકારના અધિકારીઓ અને આ બાબતમાં મિસ્ટર ખાન પણ તેમના હસ્તક્ષેપનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે." તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, "તે ઉપરાંત રાજદ્વારી અને શાસનકળાને લગતી તમામ બાબતોને આપણા ખૂબ જ સક્ષમ નેતાઓ દ્વારા શ્રેષ્ઠ રીતે હાથ ધરવામાં આવે છે. મિસ્ટર ખાન, અન્ય ઘણા ભારતીયોની જેમ, નૌકાદળના અધિકારીઓ ઘરે સુરક્ષિત હોવાથી ખૂબ જ ખુશ છે અને તેઓને શુભેચ્છાઓ પાઠવે છે."



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...