રાજ્ય GST વિભાગ દ્વારા રાજ્યના વિવિધા શહેરોમાં 52 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. વિવિધ સેક્ટરમાં ચાલતી કર ચોરી અટકાવવા જીએસટી એક્શનમાં આવી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. આ તમામ જગ્યાઓ પરથી ઘણા બીનવારસી હિસાબોને લગતા દસ્તાવેજી પુરાવા પણ જપ્ત કરાયા છે. હિસાબી સાહિત્ય મુજબના સ્ટોકમાં અને ખરેખર હાજર સ્ટોકમાં તફાવત હોવાનું સામે આવ્યું છે. આ વ્યવહારોની તપાસમાં અત્યાર સુધીમાં રૂપિયા 8.10 કરોડની કર ચોરી ધ્યાને આવી છે 52 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરતા વિભાગે રૂપિયા 8.10 કરોડની કર ચોરી ઝડપી પાડી છે.
ક્યા દરોડા પાડવામાં આવ્યા?
રાજ્ય GST વિભાગે સુરત, વડોદરા, ડાંગ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તથા રાજકોટ જિલ્લામાં દરોડા પાડતા અહીંથી બિનહિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો-પૂરાવા મળી આવ્યા હતા. સિરામીક, ભંગાર, મોબાઇલ ફોન, કોસ્મેટિક આઈટમ, ફરસાણ, હોટલ-રેસ્ટોરન્ટ, કોચિંગ ક્લાસીસ અને પ્રિન્ટિંગ સર્વિસ સાથે જોડાયેલા 23 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરતમાં ચૌટા બજાર અને ચોક બજારમાં 20 જગ્યા ઉપર દરોડાની કામગીરી ચાલી રહી છે. તેમજ વડોદરાની ડાંડીયા બજાર તેમજ કારેલીબાગમાં 15 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ છે. ડાંગના સાપુતારામાં તેમજ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે 5-5 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી. હિસાબી સાહિત્ય પ્રમાણે સ્ટોક તથા પર તફાવત તથા મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ પણ ભોગવવામાં આવેલ હોવાની માહિતી સામે આવી છે.વિભાગ દ્વારા આ પ્રકારના વ્યવહારોની તપાસ કરવામાં આવતા તેની કુલ રકમ રૂપિયા 8.10 કરોડ જેટલી કરચોરી હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર સેક્ટર 21 તેમજ મહેસાણા - રાધનપુર રોડ પર ત્રણ જગ્યા પર દરોડાની કામગીરી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના જસદણમાં 1 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ પરથી ઘણા બીન વારસી હિસાબોને લગતા દસ્તાવેજી પુરાવા પણ જપ્ત કરાયા છે. હિસાબી સાહિત્ય મુજબના સ્ટોકમાં અને ખરેખર હાજર સ્ટોકમાં તફાવત હોવાનું સામે આવ્યું છે. આ વ્યવહારોની તપાસમાં અત્યાર સુધીમાં રૂપિયા 8.10 કરોડની કર ચોરી ધ્યાને આવી છે
શા માટે દરોડા પાડવામાં આવ્યા?
રાજ્ય GST વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેક્ટરમાં ચાલતી પ્રવર્તમાન વ્યાપાર કામગીરીનો અભ્યાસ કરવામાં આવે છે. તેના આધારે કરદાતા દ્વારા કરવેરાને લગતી પોતાની યુક્તિ-પ્રયુક્તિને શોધવામાં આવે છે તથા આ પ્રકારના કરદાતાઓની વ્યવસ્થા આધારિત પ્રોફાઈલીંગ કરવામાં આવે છે.મોટાભાગના વિવિધ સેક્ટર સાથે સંકળાયેલા કરવેરાદાતા દ્વારા મુખ્યત્વે ઉપભોક્તાઓને કરવામાં આવતા વેચાણો અને આપવામાં આવતી સર્વિસિસ અન્વયે બિલ આપવામાં આવતા નથી તથા વેરા ભરવાનો ન થાય કરે ઓછામાં ઓછા ભરવાપાત્ર થાય તે માટે મળવાપાત્ર ન હોય તેવી ખોટી વેરાશાખનો દાવો કરતા હોવાનું ધ્યાનમાં આવતા 52 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.