સુરતના સચિન સ્થિત કપ્લેથા વિસ્તારમાં માત્ર બે વર્ષની બાળકી પર દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને હત્યા કરનાર 23 વર્ષીય આરોપી ઈસ્માઈલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ ફાંસીની સજા ફટકારી છે. તે ઉપરાંત 1 હજાર દંડ તથા પીડીતાના પરિવારને 10 લાખનુ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. સરકાર પક્ષે આરોપી વિરુધ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીનો ગણીને દોષિત ઈસ્માઈલ હજાતને ફાસીની સજાની સજાની માગ કરી હતી.
આ કલમ હેઠળ સજા
પોલીસે આ આરોપી યુસુફ ઈસ્માઈલને 28 ફેબુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ટુક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ બનાવના 5 મહિનામાં જ આ કેસની ન્યાયીક કાર્યવાહી સુરતના છઠ્ઠા એડીશનલ સેસન્સ જજ શકુંતલા સોલંકીની કોર્ટમાં ચલાવવામાં આવી હતી. આજે આરોપીને આઈપીસી કલમ 302,363, 366, પોસ્કો એક્ટ 376, એ,બી,377 વગેરે કલમ હેઠળ દોષિત જાહેર કરાયો છે. આરોપીને દોષિત જાહેર થયા બાદ સજા અંગે આજે દલીલો કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો?
સુરતના સચિન સ્થિત કપ્લેથા વિસ્તારમાં રહેતા એક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ બાદ હત્યા કરી હતી. એટલું જ નહી બાળકીના પેટના ભગે બચકા ભરી ઈજા પણ પહોચાડવામાં આવી હતી. આ કૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેંકીને ભાગી ગયો હતો. બાળકી મોડે સુધી ઘરે પરત નહી આવતા પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસ તપાસમાં જોડાઈ હતી દરમ્યાન બાળકીની લાશ બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી. સુરતના સચિન વિસ્તારમાં 27 ફેબ્રુઆરે યુસુફ ઈસ્માઈલ નામના શખ્સે 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં માત્ર 11 દિવસમાં ચાર્જશીટ બાદ ટ્રાયલ શરૂ થઇ હતી. માત્ર પાંચ મહિનામાં જ દોષિતને ફાંસી સજા આપવામાં આવી છે.