Delhiમાં વિકટ બનતું જળસંકટ, પાણીની અછત એટલી સર્જાઈ કે ટેન્કર જોતા જ લોકો પાણી લેવા દોડી પડ્યા, દિલ્હી સરકારે બોલાવી બેઠક..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 19:00:03

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ભારે અછત જોવા મળી રહી છે. પાણીની તંગી છે અને લોકોને પીવા માટે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ટેન્કર જોઈને લોકો તૂટી પડ્યા હતા.. ટેન્કર આવતાની સાથે જ લોકોએ દોટ મૂકી અને ટેન્કરના પાછળ ડોલ અને પાઈપ લઈને લોકો પાણી ભરી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે..

દેશની રાજધાની દિલ્હીમાં પાણી માટે વલખા મારતા લોકો 

આ વખતે દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી વરસી.. દિલ્હીમાં તો તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.. એક તરફ આટલી ગરમી હોય તેવા સમયમાં પાણીની કેટલી જરૂર પડે તે આપણે જાણીએ છીએ. પરંતુ જો આપણને પાણી ના મળે તો? મર્યાદિત પાણી હોય અને આખો દિવસ કાઢવાનો હોય ત્યારે શું હાલત થાય તે આપણે વિચારીએ તો પણ કાંપી ઉઠીએ છીએ.. પાણીની તંગીને કારણે પાણીની કટોકટીનો સામનો દિલ્હીની પ્રજા કરી રહી છે.. રાજધાની દિલ્હીના લોકો ગરમીનો માર તો સહન કરી કહ્યા છે પરંતુ ભીષણ ગરમીની સાથે સાથે પાણીની સમસ્યાનો સામનો પણ  લોકો કરી રહ્યા છે. 

જળસંકટને લઈ દિલ્હી સરકારે બોલાવી છે ઈમરજન્સી બેઠક 

દિલ્હીના અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે... પાણી પહોંચાડવા માટે ટેન્કરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે..  દિલ્હીથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ટેન્કર જોતાની સાથે જ લોકો દોડી રહ્યા છે.. જે પણ વાસણ મળ્યું તેને લોકો લઈ જઈ રહ્યા છે પાણી ભરવા માટે.. પાણીની એટલી બધી તંગી સર્જાઈ છે કે પાણીની સમસ્યાને લઈ દિલ્હી સરકારે બેઠક બોલાવી છે.. ન્યુઝ એજન્સી એએનઆઈએ ગીતા કોલોનીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પાણી માટે લોકો કેવી પડાપડી કરી રહ્યા છે તે દેખાઈ જાય છે.  


શા માટે દિલ્હીમાં સર્જાઈ જળસંકટની સમસ્યા?

દિલ્હીમાં જળસંકટ કેમ સર્જાયું તેની વાત કરીએ તો એક કારણ છે ભીષણ ગરમી.. ભીષણ ગરમીને કારણે પાણીની માગ વધી છે.. વસ્તી પ્રમાણે પાણીની જેટલી આવક હોવી જોઈએ તેટલી આવક નથી.. બીજી કારણ એ પણ છે કે દિલ્હી પાસે પાણીનો કોઈ જળસ્ત્રોત નથી. પાડોશી રાજ્ય પર પાણી માટે દિલ્હીને નિર્ભર રહેવું પડે છે.. મહત્વનું છે કે બીજા રાજ્યમાં પણ ગરમીને કારણે પાણીની માગમાં વધારો આવ્યો છે. બીજા રાજ્યો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જળસંકટને લઈ ભાજપ પાસેથી મદદ માગી છે..   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?