રાજસ્થાનમાં એક દુર્ઘટના બની છે જેમાં 5થી વધુ લોકોના મોત થઈ ગયા છે. જોધપુર જિલ્લાના શેરગઢ નજીક ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો દાઝી પણ ગયા છે. આ દુ:ખદ ઘટનાની જાણ થતા રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
આ ઘટનામાં 40થી વધારે લોકો દાઝ્યા
આજકાલ અનેક એવી ઘટનાઓ બની રહી છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે રાજસ્તાનના જોધપુર જિલ્લાના શેરગઢ નજીક આવેલા ભૂંગરા ગામમાં લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. ઉપરાંત 40 જેટલા લોકો ઘાયલ થયા છે. અનેક લોકો આગની ઝપેટમાં આવી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
ફાયર બ્રિગેડની અનેક ટીમ ઘટના સ્થળે આવી
આ ઘટનાની જાણ થતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં આશરે 61 લોકો દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.