સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેને લઈ પુર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. જે બાદ સુરતની સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા આ મામલે અપીલ કરવામાં આવી હતી. સુરત ખાતે રાહુલ ગાંધી આવ્યા હતા. પ્રિયંકા ગાંધી,અશોક ગેહલોત ઉપરાંત અનેક કોંગ્રેસી નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. આ મામલે આગળની સુનાવણી 3 મેના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે રાહુલ ગાંધીના જામીન 13 એપ્રિલ સુધી લંબાવાયા છે.
પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે પહોંચ્યા હતા સુરત
રાહુલ ગાંધીએ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈ એક નિવેદન આપ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે થોડા દિવસો પહેલા સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. આ સજા બાદ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ્ કરવામાં આવી હતી. ઉપરાંત સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી સુરત આવવાના હતા જેને લઈ કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ સુરત આવ્યા હતા. ઉપરાંત અશોક ગેહલોત પણ સુરત ખાતે ઉપસ્થિત હતા. સ્થાનિક નેતાઓ ઉપરાંત સુરતમાંદિલ્હીના નેતાઓનો જમાવડો પણ જોવા મળ્યો હતો. 13 એપ્રિલના રોજ આ મામલે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.ગુજરાતના અનેક વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે.