અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત એક્સિડન્ટને કારણે થયા છે. અનેક લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે વારાણસીના ફૂલપુર પોલીસ સ્ટેશનના કરખિરાંવ પાસે કાર અને ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર અનિયંત્રિત થઈ ગઈ અને ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે મૃતકો પીલીભીતના રહેવાસી હોવાનું મનાઈ રહ્યું છે. આ દુર્ઘટના વહેલી સવારે બની છે અને આ અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે.
રોડ અકસ્માતમાં થયા 8 લોકોના મોત
વારાણસીમાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે જેમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ છે. બંને વાહનો વચ્ચે એટલી ભયંકર ટક્કર થઈ હતી કે આ ઘટનામાં 8 લોકોના મોત થયા હતા. આ અકસ્માતને લઈ મળતી માહિતી અનુસાર તમામ લોકો કાશી ગયા બાદ બનારસથી જૌનપુર જઈ રહ્યા હતા. તે વખતે તેઓ કાળનો કોળિયો બન્યા છે. વહેલી સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ એક ઝડપી એર્ટીગા કાર એક ટ્રક સાથે ટક્કર થઈ હતી. તમે વિચારી શકો છો કે ટક્કર કેટલી ભીષણ હશે કે 8 લોકોના મોત થઈ ગયા છે.
યોગી આદિત્યનાથે શોક કર્યો વ્યક્ત
ઉત્તરપ્રદેશમાં સર્જાયેલા અકસ્માતને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના જીવને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે. જે લોકોના મોત થયા છે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલો જલ્દી સાજા તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
અકસ્માતમાં અનેક પરિવારોએ ગુમાવ્યા છે સ્વજન
અકસ્માત બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અકસ્માતમાં માત્ર એક જ બાળકીનો જીવ બચ્યો છે. ગમખ્વાર અકસ્માતને કારણે અરેરાટી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે અનેક લોકોએ પરિવારના સભ્યોને ગુમાવ્યા છે.