મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર અકસ્માતને પગરે શોર્ટ રૂટ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
રવિવારે મોડી રાતે ભાવનગર-ધોલેરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર અકસ્માતને પગરે શોર્ટ રૂટ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ભાવનગર-ધોલેરા રોડ પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી
મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત સર્જાયા બાદ હાઈ-વે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને 108ની ટીમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા
પ્રાપ્ત અહેવાલો અનુસાર ભાવનગર-ધોલેરા શોર્ટ રૂટ પર અઘેલાઈ ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5ના મોત થયા છે. બનાવને પગલે પોલીસ અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો
મળતી માહિતી પ્રમાણે, પાલિતાણાથી દર્શન કરી અમદાવાદનો પરિવાર પરત જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેમાં 10 વર્ષના બાળક, મહિલાઓ સહિત 5ના મોત નીપજ્યા છે. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.