બલુચિસ્તાન એક આઝાદ રાષ્ટ્ર બનવા ભણી, શું પાકિસ્તાનના થશે ફરી ભાગલા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-12 18:41:34

પાકિસ્તાનના  બલુચિસ્તાન પ્રાંતમાં હાલમાં જ એક અલગાવવાદી સંગઠન બલોચ આર્મીએ જાફર એક્સપ્રેસ નામની ટ્રેન પર હુમલો કર્યો , આ આખી ટ્રેનનું અપહરણ કરી લીધું હતું જોકે હવે પાકિસ્તાની આર્મી આ બંધકોને છોડાવવામાં સફળ રહી છે. તો આજે આપણે જાણીશું પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાન વિશે અને કેમ બલુચિસ્તાનમાં ૧૯૪૮થી હિંસક આંદોલનો થઈ રહ્યા છે ? 

વાત આજે પાકિસ્તાનના એક એવા પ્રાંતની કરવી છે જે પાકિસ્તાનની આઝાદીથી જ હિંસક અલગાવવાદી આંદોલનનો સામનો કરી રહ્યું છે. જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે ઉપરાંત ખનીજ અને પેટ્રોલિયમની દ્રષ્ટિએ પણ ખુબ સંપન્ન છે . આ રાજ્ય છે બલુચિસ્તાન . 

બલુચિસ્તાનની સરહદ અફઘાનિસ્તાન અને ઈરાન સાથે લાગે છે . તેની રાજધાનીનું નામ છે કવેટા. 

૧૯૪૮થી જ અહીં એક આઝાદ બલુચિસ્તાન રાષ્ટ્ર માટે રાષ્ટ્રવાદી હિંસક આંદોલન ચાલુ છે . 

તે વખતે બલુચિસ્તાનમાં ચાર મુખ્ય કબીલાઓ હતા તેમના નામ મકરાન , લાસ બેલા , ખારન અને કલાત. આ ચારે ચાર કબીલાઓ બ્રિટિશરોને વફાદાર હતા.   આ બધા જ કબીલાઓમાં કલાત સૌથી વધારે તાકાતવર હતું . બાકીના ત્રણ કબીલાઓ કલાતના મુખ્યા આગળ વફાદારી પણ બતાવતા હતા . 

જેવો જ બ્રિટિશરોના ભારતમાંથી વિદાય લેવાનો સમય આવ્યો , "અહેમદ યાર ખાન" કે જે કલાતના છેલ્લા ખાન હતા તેમણે આઝાદ બલુચિસ્તાન પ્રાંતની વકીલાત શરુ કરી . 

અહેમદ યાર ખાનને આશા હતી કે તેમની મોહમ્મદ અલી જિન્નાહ સાથે સારી મિત્રતા છે તેના લીધે તેમને એક અલગ આઝાદ બલુચિસ્તાન મળશે અને પાકિસ્તાન સાથે જોડાવું નઈ પડે. 

આ વસ્તુ સફળ થતી ત્યારે દેખાઈ જયારે પાકિસ્તાને તેમની સાથે ૧૧ ઓગસ્ટ , ૧૯૪૭ના રોજ એક સંધિ કરી . તે સમયે તેમની પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં ના આવ્યું . 

પણ વાંધો બ્રિટિશરોએ પડ્યો જયારે તેમને પાકિસ્તાનની પશ્ચિમી સરહદે સોવિયેત યુનિયનના આક્રમણનો ડર લાગ્યો અને માટે જ તેઓ  આઝાદ બલુચિસ્તાનના વિરોધી બન્યા . 

સ્થિતિ ત્યારે બગાડી  જયારે કલાત સિવાયના બાકીના ત્રણ કબીલા મકરાન , લાસ બેલા અને ખારને  પાકિસ્તાન સાથે બલૂચિસ્તાનને ભેળવી દેવાની વાત કરી .  આ પછી ઓક્ટોબર , ૧૯૪૭થી પાકિસ્તાને બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દેવા દબાણ શરુ કર્યું . 

ત્યારબાદ ૧૯૪૮ની માર્ચની ૧૭ તારીખથી પાકિસ્તાને બલુચિસ્તાનના આ ત્રણ કબીલાઓ મકરાન , લાસ બેલા અને ખારન સાથે ટ્રીટી ઓફ એકસેશન પર હસ્તાક્ષર કરીને બલૂચિસ્તાનનો પાકિસ્તાનમાં વિલય કર્યો . કલાત કબીલો એકલો પડી ગયો . 

તે સમયે ઓલ ઇન્ડિયા રેડીઓ પર અફવા ફેલાઈ કે કરાત કબીલાના અહેમદ યાર ખાન એ  બલૂચિસ્તાનને ભારત સાથે ભેળવી દેવા માંગે છે . આ અફ્વાના લીધે પાકિસ્તાની સેનાએ માર્ચ ૨૬ , ૧૯૪૮ના રોજ બલુચિસ્તાનમાં આર્મી મોકલી બળજબરી પૂર્વક બલૂચિસ્તાનનું પાકિસ્તાનમાં વિલીનીકરણ થયું. 

૧૯૪૮ના જુલાઈ મહિનામાં તો બલુચિસ્તાનમાં હિંસક દેખાવો શરુ થઇ ગયા . અહેમદ યાર ખાનના ભાઈ પ્રિન્સ અબ્દુલ કરીમે આ વિલીનીકરણના વિરુદ્ધમાં " આઝાદી માટેની લડાઈ" શરુ કરી દીધી . 

આવી રીતે આ આખી લડાઈ છેલ્લા ઘણા દાયકાઓથી ચાલી રહી છે . 

૧૯૪૮ , ૧૯૫૮-૫૯ , ૧૯૬૨-૬૩ , ૧૯૭૩-૭૭ અને હાલમાં ૨૦૦૩થી આ હિંસક આંદોલન હજી ચાલુ છે .  

પાકિસ્તાની સેનાએ આ લડાઈને દબાવવા હિંસક રીતે દમન કર્યું . પાકિસ્તાની સેના પર અપહરણ , ત્રાસ , ખોટી ધરપકડના અને જ્યુડિશિયલ ડેથના ઘણા આરોપો લાગ્યા છે . એક અંદાજ પ્રમાણે ૧૯૪૮થી હજારો લોકો આ આઝાદ બલૂચિસ્તાનની લડાઈમાં મોતને ભેટ્યા છે . 

હવે તો બલુચ લિબરેશન આર્મી અને બલુચ લિબરેશન ફ્રન્ટ એ તેહરીકે - તાલિબાન - પાકિસ્તાન (TTP ) અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંપર્કમાં છે આ TTP હાલના સમયમાં પાકિસ્તાનમાં મોટાભાગના આતંકવાદી હુમલોઓ માટે જાણીતું છે . 


પાકિસ્તાની સરકાર અને સેના આ બલુચ આદિવાસીઓ સાથે ખુબ જ ભેદભાવ ભર્યો વ્યવહાર કરે છે કેમ કે , પાકિસ્તાનની બ્યુરોક્રેસી પર પંજાબી મુસ્લિમોનું મોટું પ્રભુત્વ છે . 

જ્યારથી આ બલુચિસ્તાનમાં ચાઇના દ્વારા ગ્વાદર બંદરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારથી આ બલુચ લોકો આર્થિક અન્યાયનો પણ સામનો કરી રહ્યા છે  . આ પ્રોજેક્ટ માટે પંજાબી અને સિંધી એન્જિન્યરોની મોટા પાયે ભરતી કરાય છે જયારે સ્થાનિક બલુચ લોકોને કોઈ પણ તક મળતી નથી . આ કારણે બલુચ લિબરેશન આર્મી એ ચાઈનીઝ અધિકારીઓને પણ ટાર્ગેટ કરતા રહે છે .

 એક વસ્તુ સાફ છે કે , જો અલગાવવાદ શાંત ના થયો તો , પૂર્વીય પાકિસ્તાનની જેમ બલુચિસ્તાન પણ આઝાદથી દૂર બઉ દૂર નથી . 

જો તમને બલુચિસ્તાન વિશે વધારે જાણવું હોય તો તમે ભારત સરકારના એક IAS અધિકારી તિલક દેવાશેરની બુક "પાકિસ્તાન ધ બલુચિસ્તાન કોનનડ્રમ" વાંચી શકો છો જેમાં તમને વધારે રોચક માહિતી  મળશે .  


  બલુચિસ્તાન વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો . 

જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો , ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો .



પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?

પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .