દેશમાં હાલ સૌથી વિવાદીત મુદ્દો હોય તો તે છે લવ જેહાદનો મુદ્દો. લવ જેહાદને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે વિવાદીત નિવેદન આપ્યું છે. ભગવદ્ ગીતા પર અપાયેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. પુસ્તક વિમોચનમાં હાજરી આપતા તેમણે કહ્યું કે જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે.
જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે - શિવરાજ પાટિલ
જેહાદને કારણે એક બાદ એક વિવાદો સર્જાઈ રહ્યા છે. એકબાદ એક નેતાઓના નિવેદનો આવવાથી રાજકારણ ગરમાતું રહે છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે તમામ પ્રયાસો પછી પણ સારા વિચારોને કોઈ નથી સમજતું ત્યારે શક્તિનો ઉપયોગ કરવો પડે છે. જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે. જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે.
જીસસમાં પણ જેહાદ છે - પાટિલ
ખ્રિસ્તી ધર્મ પર પણ તેમણે પ્રહાર કર્યા હતા કે અને કહ્યું હતું કે તેઓ માત્ર શાંતિ સ્થાપવા માટે આવ્યા નથી. તેઓ તલવાર પણ સાથે લાવ્યા છે. તેથી બધુ જ સમજ્યા પછી પણ કોઈ હથિયાર લઈને આવે તો તમે ભાગી શકો નહીં.