વેસ્ટ આફ્રિકન દેશ સેનેગલમાં ગમખ્વાર અકસ્માત, 40થી વધુ લોકોના મોત, 87થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-08 21:36:48

વેસ્ટ આફ્રિકન દેશ સેનેગલમાં ભયંકર રોડ એક્સિડન્ટ થયો છે. કેફ્રાઇન ક્ષેત્રના ગિવીમાં નેશનલ હાઈવે પર બે બસ સામસામી ટકરાઈ હતી જેમાં ઓછામાં ઓછા 40થી વધુ લોકોના મોત થયા હતા તથા ઘણા ઘાયલ થયા હતા. મૃતકોનો આંકડો વધી શકે છે કારણ કે ઘાયલોમાં ઘણા ગંભીર છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક બસનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે તે બેકાબૂ બની ગઈ અને બીજી બસ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ મેકી સેલૈએ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.


ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા


અગ્નિશમન દળના અધિકારીએ AFPને જણાવ્યું હતું કે, રવિવારે મધ્ય સેનેગલના કેફ્રીન શહેર નજીક બે બસો અથડાતાં  40થી વધુ લોકોના મોત થયા હતા.અકસ્માતને પગલે, જે નં. 1 રાષ્ટ્રીય માર્ગે રવિવારે સવારે 3.15 વાગ્યે સ્થાનિક સમય મુજબ (03:15 GMT) તમામ ઘાયલોને કેફ્રીન હોસ્પિટલ અને મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.


રાષ્ટ્રપતિ મેકી સૈલે દુ:ખ વ્યક્ત કર્યું 


રાષ્ટ્રપતિ મેકી સૈલે જણાવ્યું હતું કે કાફરીન ક્ષેત્રના ગનીબી ગામમાં સવારે લગભગ 3.30 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 40 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકો ઘાયલ થયા. તેમણે કહ્યું કે હું ગનીબીમાં થયેલા અકસ્માતના સમાચારથી ખૂબ જ દુખી છું, હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.


ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત


રાષ્ટ્રપતિએ સેનેગલમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ માર્ગ સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે રોડ અકસ્માત નેશનલ રોડ નંબર-1 પર થયો હતો. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, એક બસનું ટાયર પંક્ચર થતા તે બીજી બસ સાથે અથડાઈ અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 87 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?