વિશ્વમાં કોરોના મહામારીના કારણે સતત બે વર્ષ સુધી સેમી કંડક્ટર કે ચિપની ભારે અછત જોવા મળી હતી. ચિપના કારણે સ્માર્ટ કારથી લઈ સ્માર્ટ ફોન, લેપટોપ, કન્ઝ્યુમર ગુડ્સ સહિતના ઉપકરણોના ઉત્પાદન પર અસર જોવા મળી છે. હવે સરકારે ભારતને સેમીકંડક્ટરનું પાવર હાઉસ બનાવવા માટે મહત્વાકાંક્ષી પર્ફોર્મન્સ લિંકડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ શરૂ કરી છે. વેંદાતા અને ફોક્સકોન એક જોઈન્ટ વેન્ચર હંઠળ ડેસ્પ્લે ફેબ્રિકેશન અને સેમીકંડક્ટર ફેલિલિટી ગુજરાતમાં ઉભી કરશે.
ગુજરાત સરકારે વેદાંતા ગ્રુપ સાથે કર્યા એમઓયુ
ગુજરાત સરકાર દ્વારા સેમી કન્ડક્ટરને લઈ વેદાંતા ગ્રુપ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, શિક્ષા મંત્રી જીતુ વાઘાણી, વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ સહિત રાજ્ય સરકારના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ એમઓયુ થવાથી વધુ એક લાખ યુવાનોને રોજગારી મળશે.
વેદાંતા અને ફોક્સકોન તેમનું આ સંયુક્ત સાહસ ઉભુ કરવા માટે અમદાવાદની આસપાસમાં 1000 એકર જમીનની શોધ કરી રહ્યા છે. કનેક્ટિવિટીની દૃષ્ટિએ આ વિસ્તાર ઉત્તમ છે. આ સાથે વેદાંતા અને ફોક્સકોને પણ સરકાર પાસેથી કેટલાક પ્રોત્સાહનો અને ટેક્સમાં છૂટની માંગ કરી છે.
વેદાંતાએ જણાવ્યું હતું કે તે આગામી પાંચ વર્ષમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન બિઝનેસમાં $15 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. વેદાંતા અને ફોક્સકોન અગાઉ મહારાષ્ટ્ર સરકાર સાથે વાટાઘાટો કરી રહી હતી. જુલાઈમાં, મહારાષ્ટ્રે જાહેરાત કરી હતી કે વેદાંત પુણેના ઈલેક્ટ્રોનિક ક્લસ્ટરમાં તેની ફેક્ટરી સ્થાપવા માટે વાટાઘાટ કરી રહી હતી. જો કે મહારાષ્ટ્ર સરકાર કંપનીને પ્રોત્સાહન અને ટેક્સમાં છૂટ આપવા માટે સંમત ન થઈ. આ કારણે વેદાંત સેમીકન્ડક્ટરની સુવિધા માટે ગુજરાતને પસંદ કર્યું છે.
સ્થાનિકોને રોજગારી મળશે?
ગુજરાતમાં મોટી કંપનીઓ તેમનું પ્રોડક્સન યુનિટ ઉભુ કરે છે. અત્યાર સુધી ગુજરાતમાં ટાટા નેનો, મારૂતિ અને હોન્ડાએ તેની ઉત્પાદન ફેસિલીટી ગુજરાતમાં સ્થાપીત કરી છે. જો કે ચોંકાવનારી બાબત એ છે કે આ મોટી ફેક્ટરીઓમાં સ્થાનિક ગુજરાતી યુવાનોને ખુબ જ ઓછી સંખ્યામાં નોકરીઓ મળી છે. ગુજરાતની ભાજપ સરકારે પણ વિધાનસભામાં આ બાબત સ્વિકારી છે. ગુજરાત સરકાર આ મોટી કંપનીઓને તેમની ઉત્પાદન યુનિટ ઉભુ કરવા માટે કરોડો રૂપિયાના ટેક્સ બેનિફિટ આપે છે પરંતું તેમ છતાં જો ગુજરાતી યુવાનોને રોજગારી મળતી ન હોય તો આવા કરોડો રૂપિયાના મૂડીરોકાણનો શું મતલબ?