Rajkotમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો મહત્વનો નિર્ણય! બાળકને શાળાએ મૂકવા આવતા વાલીઓએ કયા નિયમોનું કરવું પડશે પાલન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-30 10:36:42

આપણે ત્યાં એવું કહેવાય છે કે માતા પિતા દ્વારા કરવામાં આવતો વ્યવહાર બાળકના માનસ પર ઘણી અસર કરે છે. માતા પિતાને જોઈ બાળક ઘણું ખરૂં શીખી લે છે. ત્યારે આ વાતને રાજકોટની સ્વનિર્ભર શાળાઓએ ગંભીરતાથી લીધી છે. બાળકોને શાળામાં મૂકવા આવતા વાલીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. બાળકોને શાળા મૂકવા આવતા વાલીઓએ કેવા કપડાં પહેરીને સ્કૂલે આવવું જોઈએ તેની ગાઈડલાઈન જાહેર કરી છે. શાળા સંચાલકોનું કહેવું છે કે બાળકમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

બાળકને શાળા મૂકવા આવતા વાલીઓ માટે જાહેર કરાઈ ગાઈડલાઈન 

રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પર હાલ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. જો તમે રાજકોટમાં રહો છો, તમારૂ બાળક કોઈ સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરે છે, અને તમે સવાર સવારમાં ઉઠી બાળકને શાળાએ મૂકવા જાઓ છો, તો શાળાએ બાળકને મૂકવા જતા પહેલા તમારે આ નિયમોનું પાલન કરવું પડશે.  રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વાલીઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર વાલીઓએ હવેથી ટુંકા કપડા પહેરી બાળકોને શાળાએ મુકવા નહિ આવવું, પાન-માવા ગુટખા નહિ ખાવા.


સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું કે.... 

વાલીઓ એક સેલ્ફ ડિસિપ્લિન સાથે શાળાએ આવે તે માટે શાળા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક વાલીઓને આ નિર્ણય ગમ્યો છે તો અનેક વાલીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. શાળાએ વાલીઓ માટે નિર્દેશો બહાર પાડ્યા છે. જેમાં વાલીઓએ ટૂંકા કપડાં પહેરી બાળકને મુકવા કે પેરેન્સ મિટિંગમાં ન આવવું, આમ કરવા પાછળનું કારણ જણાવતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ DV મહેતાએ જણાવ્યું કે શિક્ષણ એ માત્ર કળા શીખવવાનું માધ્યમ નથી, પરંતુ શિક્ષણ એ જ જીવન છે. 


ટૂંકા વસ્ત્રો પહેરી વાલીઓ બાળકને શાળાએ મૂકવા આવે છે 

વધુમાં તેમણે કહ્યું કે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની બેઠક મળી હતી જેમાં અનેક મુદ્દાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને અનેક નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં એક એવો અગત્યનો મુદ્દો સામે આવ્યો હતો જેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં આ અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. આ મુદ્દો એ છે કે, શાળામાં વાલીઓ કે શિક્ષકોને ટૂંકા કે શિસ્તભંગ થાય તેવા કપડા ન પહેરવા આદેશ કરવામાં આવશે. કારણ કે ઘણી વખત ખાસ કરી વહેલી સવારના સમયે શાળાએ બાળકોને મુકવા આવતા કેટલાક વાલીઓ અમર્યાદિત વસ્ત્રો સાથે આવતા હોય છે. જેમાં તેઓ શોટ્સ, બરમુડા કે નાઈટ ડ્રેસ પહેરીને આવતા હોય છે.


જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી પ્રતિક્રિયા  

તે ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા અધિકારીએ જણાવ્યું કે જે રીતે મંદિર અને ઘર-કુટુંબનાં નિયમો છે, તેવી જ રીતે શાળાના નિયમો પાળવા જરૂરી છે. હાલમાં એક વાત ઉડીને આખે વળગે છે કે, કેટલાક વાલીઓ ઉચીત હોય નહીં તેવા કપડા પહેરે છે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિયમ બાબતે અમે પણ ચર્ચા કરીશું અને આવા નિર્ણયથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેમ છે.

પાન ખાઈને બાળકને સ્કૂલે મૂકવા જતા વાલીઓએ શિક્ષિત થવાની જરૂર છે 

બાળકમાં સારા ગુણો આવે, બાળક સંસ્કારી થાય, આગળ જતા બાળક સારો માણસ બને તેવી આશા દરેક માતા પિતાને હોય છે. પરંતુ સારા સંસ્કાર આપવાની જવાબદારી માત્ર સ્કૂલની નથી હોતી. ઘરમાં થતા વ્યવહાર, ઘરમાં વપરાતી ભાષા, રહેવા કરવાની રીત પણ બાળકના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.  સારા સંસ્કાર આપવાની આશા સાથે બાળકોને શાળાએ મુકવા જઈએ છીએ પણ ત્યારે આપણા વર્તનમાં સુધાર કરવો પણ એટલો જ જરૂરી છે, આ બધામાં સૌથી ઉચિત મુદ્દો એ જ છે કે  પાન-માવા ખાઈને બાળકોને શાળાએ મુકવા ન આવવુ. ટુંકમાં પાન-માવા ખાઈને જતા વાલીએ પહેલા પોતે શિક્ષિત થવાની જરૂર ખરી. 


શાળા દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે સર્જાયા અનેક તર્ક-વિતર્ક 

આ જોયા બાદ એમ કહેશો કે કપડાં કેવા પહેરવા એ પોતાની અંગત પસંદગીનો સવાલ છે, કોઈકે શું પહેરવું એ કોઈ અન્ય જણાવી ન શકે-- પણ બીજી તરફ આપણે એ પણ વિચારવું પડશે કે કેમ મંદિર બહાર કે શાળા બહાર કપડાં પહેરવા જેવી બાબતે પણ પોસ્ટર લગાવવા પડે છે, માર્ગદર્શિકા જાહેર કરવી પડી રહી છે.


આપણને આપણા સિવાય બીજા કોઈ દેખાતા જ નથી!

શું આપણે એટલા સંકુચિત મગજના છે એ કોઈકના કપડાં પહેરવાથી આપણે અસર કરે છે, કે પછી આપણે એટલા સ્વચ્છંદી બની ગયા છે એ કે પોતાના સિવાય આસપાસની પરીબળોનું આપણને કોઈ લેવા દેવા નથી?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?