Pakistanથી આવેલી Seema Haiderને મળી આ પાર્ટીમાંથી જોડાવાની ઓફર! સીમાએ સ્વીકારી પણ લીધી ઓફર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-04 14:27:52

પોતાના પ્રેમીને પાકિસ્તાનથી ભારત મળવા આવેલી સીમા હૈદર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ મામલે કોઈને કોઈ અપડેટ સામે આવતી હોય છે અને તે સમાચારોની હેડલાઈન્સ બનતી હોય છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે સીમા ફિલ્મ અભિનેત્રી બનવાની છે. આ સમાચાર તમે સાંભળ્યા જ હશે, પરંતુ હવે આ મામલે નવી માહિતી સામે આવી છે જેમાં રાજકારણમાં સીમા એન્ટ્રી કરી શકે છે એટલું જ નહીં પરંતુ તે ચૂંટણી પણ લડી શકે છે. જે પાર્ટીએ સીમાને આવી ઓફર કરી છે તે પાર્ટી છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા. એવી પણ માહિતી સામે આવી હતી છે કે સીમાએ આ ઓફરનો સ્વીકાર કરી લીધો છે.


સીમા હૈદર બનવાની હતી અભિનેત્રી!

સીમા હૈદર જ્યારથી પાકિસ્તાન છોડી ભારત આવી છે અને એ વાત જ્યારથી સામે આવી છે ત્યારથી તેની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે. સીમા હૈદરને લઈ રોજે નવી નવી વાતો સામે આવી રહી છે. જેને સાંભળી કદાચ આપણને આશ્ચર્ય પણ થાય. થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે સીમા અભિનેત્રી બની શકે છે. ફિલ્મમાં તે દેખાઈ શકે છે. પરંતુ હવે જે વાત સામે આવી છે તે સાંભળીને તમે દંગ રહી જશો. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સીમા હૈદર રાજકીય પાર્ટીને જોઈન કરી શકે છે અને તે ચૂંટણી પણ લડી શકે છે. 


આ રાજકીય પાર્ટીમાં જોડાશે સીમા હૈદર!

સીમાને રાજકીય પાર્ટી તરફથી પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ પણ મળ્યું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ તેને પોતાની પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે અને સીમાએ તે આમંત્રણનો સ્વીકાર પણ કરી લીધો છે. એટલું જ નહીં જે માહિતી સામે આવી રહી છે કે પાર્ટીની મહિલા પાંખની અધ્યક્ષ તેને બનાવવામાં આવી શકે છે. એવું પણ સામે આવ્યું છે કે પાર્ટીની પ્રવક્તાની ઓફર પણ સીમાને મળી શકે છે. સીમાને સુરક્ષા એજન્સી તરફથી ક્લિન ચીટ મળે તેની જ રાહ જોવાઈ રહી છે.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?