સતત ગરમીનો અહેસાસ આપણે કરી રહ્યા છીએ હમણાં... 47 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું હતું.. અનેક લોકો ગરમીનો ભોગ બની રહ્યા છે.. હીટસ્ટ્રોકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકો યથાશક્તિ બનતી સેવાઓ કરી રહ્યા છે. કોઈ છાશનું વિતરણ કરે છે તો કોઈ ઠંડા પાણીનું વિતરણ કરે છે.. આપણી પાસે તો ગરમીથી બચવા માટે વ્યવસ્થાઓ છે પરંતુ એ લોકોનું પણ વિચારવું જોઈએ જે આટલી ગરમીમાં કામ કરવા માટે બહાર રહે છે.. મહત્વનું છે વધતી ગરમીને લઈ અનેક નેતાઓ દ્વારા ટ્વિટ કરવામાં આવી રહી છે.. મુખ્યમંત્રીએ પણ આને લઈ ટ્વિટ કરી હતી..
આપણી આસપાસ રહેતા લોકોનું આપણે વિચારીએ
અનેક લોકો પોતાની શક્તિ પ્રમાણે સમાજને મદદરૂપ થવા માટે આગળ આવ્યા છે. રસ્તા પરથી આપણે જ્યારે જઈએ છીએ ત્યારે અનેક લોકો આપણને પાણી પીવડાવતા, છાશ પીવડાવતા દેખાયા છે. અનેક લોકો તો સામે ચાલીને લોકોને પાણી પીવા માટે આગ્રહ કરતા હોય છે. નાના માણસો વિશે આપણે વિચારવું જોઈએ જે આખો દિવસ તડકામાં કામ કરતા હોય છે. આવી વાતને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટ કરવામાં આવી છે.
આઈપીએસ હસમુખ પટેલ તેમજ હર્ષ સંઘવીએ કરી ટ્વિટ
હર્ષ સંઘવીએ લખ્યું કે ચાલો સાથે મળી ખાતરી કરીએ કે આપડે આપણા ડિલિવરી એજન્ટો (કુરિયર, ટપાલી, કૂડ ડિલીવરી) સોસાયટી, ઓફિસના રક્ષકો, અને આખો દિવસ આ ગરમીમાં સખત મહેનત કરતા લોકોને પાણી આપીએ.. ચાલો, રખડતા પશુ અને પક્ષીઓને પણ ધ્યાનમાં રાખીએ જેમને ગરમીથી કોઈ આશરો નથી. તેમના માટે તમારા ઘરની બહાર પાણીનો બાઉલ રાખવો ઘણો ઉપયોગી થઈ શકે છે.. તે ઉપરાંત આઈપીએસ હસમુખ પટેલ દ્વારા પણ ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું છે. વૃક્ષોને લઈ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક ટ્વિટ કરી છે.
પ્રકૃતિનું કરવું જોઈએ જતન!
મહત્વનું છે કે થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે કરોડો વૃક્ષો વાવવા જોઈએ તો આટલી ભયંકર ગરમીથી થોડું રક્ષણ મળી શકે.. વૃક્ષો છે તો જીવન છે તેવી વાતો આપણે કરતા હોઈએ છીએ પરંતુ પ્રકૃતિનું જતન કરવાનું જાણે આપણે ભૂલી ગયા છીએ. કુદરતે આપણને ઘણું બધુ આપ્યું છે પરંતુ વળતરમાં આપણે ઘણું બધું છીનવી લીધું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..! જ્યારે મોકો મળે ત્યારે વૃક્ષારોપણ કરવું જોઈએ કારણ કદાચ વધતી ગરમી પાછળ કપાતા વૃક્ષો પણ કારણ હોઈ શકે છે..