જુઓ હવે આ વખતે કેજરીવાલે આંદોલનકારીઓ માટે શું કહ્યું ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 15:04:52


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને હવે કેજરીવાલ દરેક વોટ બેંકને અકર્ષવાની કોશિશ કરે છે ત્યારે આ વખતે નવસારીમાં એક જાહેરાત કરી કે  તમામ આંદોલનકારીઓના કેસ પાછા ખેંચવામાં આવશે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આંદોલનકારીઓના કેસોનો  મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે આ મુદ્દો સતત ઉઠાવી રહ્યા હતા. ભાજપમાં ભળતા આ મુદ્દે ચૂપ થઈ ચૂક્યા છે. ત્યારે હવે આ મુદ્દે કેજરીવાલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, શું માત્ર કેજરીવાલને ગાળો આપવાથી ગુજરાતની જનતાને ફાયદો થશે? તમામ આંદોલનકારીઓ, પછી તે પાટીદાર આંદોલનના હોય, ખેડૂતોના આંદોલનના હોય, દલિત આંદોલન હોય કે અન્ય કોઈ આંદોલન હોય, તમામ આંદોલનકારીઓના કેસ પાછા ખેંચવામાં આવશે.


વધુમાં અરવિંદ કેજરીવાલએ કહ્યું કે હું એવું નથી કહેતો કે ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવવાથી બધું થઈ જશે. મેં એવું કહ્યું છે કે દેશને ચલાવવા માટે દરેક ક્ષેત્રમાં સારી નીતિની જરૂર છે, સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, સખત મહેનતની જરૂર છે. પરંતુ આ બધી બાબતો ભગવાનના આશીર્વાદ વિના સફળ થશે નહીં. આપણે ઘરે પણ ભગવાનની પૂજા કરીએ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે પૂજા કરીને સુઈ જઈએ છીએ. આપણે ઓફિસે જઈએ છીએ, આપણે કામ કરીએ છીએ, આપણે સખત મહેનત કરીએ છીએ, આપણે શ્રમ કરીએ છીએ, પરંતુ શ્રમ ત્યારે જ ફળે છે જ્યારે ભગવાનના આશીર્વાદ આપણી સાથે હોય. તેવી જ રીતે જો આપણે આપણી નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવીએ તો ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને દેશની પ્રગતિ થશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?