Jamawat ચેનલ શરૂ કરાઈ તેની પાછળનું કારણ જુઓ, બાળકો ૧૨ કિમી ચાલીને જાય, બીમાર ઝોળીમાં જાય આ આપણી શરમ છે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-24 17:39:18

અમે જ્યારે ગુજરાતની, દેશની, સમાજની વાસ્તવિક્તા દર્શાવીએ છીએ ત્યારે અનેક લોકો કમેન્ટમાં કહેતા હોય છે જમાવટના સમાચાર નેગેટિવ હોય છે. પરંતુ ના, સમાચાર નેગેટિવ નથી હોતા પરંતુ આપણને સાચું સાંભળવાની, જોવાની ટેવ નથી! અનેક એવા વીડિયો અંતરિયાળ વિસ્તારોમાંથી સામે આવતા હોય છે જેમાં રસ્તા ના હોવાને કારણે, પૂરતા સાધનો ના હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 

જમાવટ શરૂ કરવાનો આશય હતો કે... 

જમાવટ જ્યારે શરૂ કરાયું ત્યારે કહેવામાં આવ્યું હતું કે જમાવટ લાઈનમાં છેલ્લા ઉભા રહેલા વ્યક્તિનો અવાજ બનશે. જે લોકો પોતાના માટે અવાજ નથી ઉઠાવી શક્તા, જેમની વેદના અસહ્ય છે, પીડાઓ પારાવાર છે પણ તેમ છતાંય તેમનો અવાજ નથી સાંભળવવામાં આવતો અથવા તો તે પોતાના માટે અવાજ નથી ઉપાડી શક્તા તેમના માટે જમાવટ બુલંદીથી અવાજ ઉપાડ્શે.. જે પ્રશ્ન વિધાનસભામાં ગુંજવા જોઈએ, એવા પ્રશ્નો જેનાથી નેતાની ખુરશીઓ હલી જવી જોઈએ, એવા પ્રશ્નો ક્યારેય બુલંદીથી બોલાયા જ નથી. સમસ્યાઓ ખાસી જૂજ છે. 


અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોનો પણ છે અધિકાર!

ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. બીજા શહેરોની સરખામણી નથી કરી રહ્યા પરંતુ ગુજરાતની જ સરખામણી કરી રહ્યા છે. અમદાવાદમાં વિકાસ થાય છે એની ના નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારમાં વિકાસ નથી થતો તે પણ બતાવવું જરૂરી છે. શું એ લોકો ગુજરાતના નાગરિકો નથી? શું આ રાજ્યની સંપત્તિ પર, સમૃદ્ધિ પર સામાન્ય માણસોનો અધિકાર નથી? 

ઝોળીમાં ઉપાડી જ્યારે દર્દીને લઈ જવા પડે છે ત્યારે દુભાય છે દિલ 

અનેક એવા વીડિયો અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવતા હોય છે જેમાં દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે, અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને અનેક કિલોમીટરો સુધી ચાલીને જવું પડે છે શિક્ષા મેળવવા. દર્દીના નામ બદલાય છે, ગામના નામ બદલાય છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય છે. આપણે ત્યાં 108ની સુવિધા છે પરંતુ જ્યારે અંતરિયાળ વિસ્તારમાં 108ની વાત કરીએ છીએ તો એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે પણ કિલોમીટરની સફર કરવી પડે છે. 


ભણવા જવા માટે વિદ્યાર્થીઓને ચાલવું પડે છે અનેક કિલોમીટર 

આતો થઈ આરોગ્યની વાત પરંતુ ટ્રાન્સ્પોર્ટેશનને લઈ પણ આવી જ પરિસ્થિતિ છે ગામડાઓમાં. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભણવા માટે વિદ્યાર્થીઓને 12 કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હતું. બસની સુવિધા ના હોવાને કારણે વિદ્યાર્થીઓને ગમે તેવી સિઝન કેમ ન હોય તેમને ચાલીને જવું પડે છે. તડકો હોય કે ઠંડી હોય, અનેક વખત ચપ્પલ વગર વિદ્યાર્થીઓને ચાલવું પડે છે. ચામડી  એટલી બધી જાડી થઈ ગઈ હોય કે તેમને ખબર જ નથી હોતી કે ગરમી કેટલી છે... વિકાસ થઈ રહ્યો છે પરંતુ અંતરિયાળ વિસ્તારમાં એ વિકાસને પહોંચવા માટે વર્ષોના વર્ષો વિતી ગયા છે. જ્યારે બાળકોને આવી પીડામાં જોઈએ છીએ ત્યારે દુખ થાય છે અને એ પીડાને વ્યક્ત કરવા માટે જમાવટની શરૂઆત કરવામાં આવી છે. 


જો આપણે તેમની પીડા નથી સમજી શકતા તો.... 

પરિસ્થિતિ ક્યારે બદલાશે તેની ખબર નથી પરંતુ અપેક્ષા માત્ર એટલી છે કે પરિસ્થિતિનો અહેસાસ તમને પણ કરાવી શકીએ. એટલો ભરોસો રાખજો સરકાર કોની છે, પક્ષ કયો છે તેને છોડીને બાળકોની જગ્યાએ પોતાને રાખીને જોશો ત્યારે સમજાશે કે તે પીડા કેટલી ભયાનક છે. તમારો જન્મ માત્ર અલગ ઘરમાં થયો છે. જો આપણે તેમની પીડાને નથી સમજી શકતા તો વિચારવા જેવી વાત છે.... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?