જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત સુરક્ષાબળો દ્વારા એન્ટાઉન્ટર કરવામાં આવ્યું છે તેવા સમાચાર સામે આવ્યા છે. જમ્મુના રાજૌરી જિલ્લામાં સુરક્ષાબળોએ બે આતંકીને ઠાર માર્યા છે. 2 જૂન એટલે કે આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સુરક્ષાબળોને આતંકી છૂપાયા હોવાની માહિતી મળી જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મળતી માહિતી અનુસાર એક આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે.
એક આતંકવાદીને ઠાર મરાયો!
જમ્મુ કાશ્મીરથી અનેક વખત આતંકી હમુલા થયા હોવાની માહિતી મળતી હોય છે.આતંકી હુમલામાં અનેક જવાનો શહીદ થઈ જતા હોય છે. થોડા સમય પહેલા આતંકીહુમલો થયો હતો જેમાં પાંચ જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારે આતંકવાદીઓ છૂપ્યા હોવાની માહિતી સુરક્ષાબળોને મળી હતી. જેને લઈ પહેલી જૂને મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા બળો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેની જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળોને સફળતા મળી છે. ફાયરિંગ દરમિયાન એક આતંકી માર્યા હોવાના સમાચાર મળ્યા છે.
અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખી વધારાઈ સુરક્ષા!
મહત્વનું છે કે થોડા સમય બાદ અમરનાથ યાત્રાની શરૂઆત થવાની છે. યાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અમરનાથ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યાત્રાને જોતા શ્રીનગર પોલીસે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ પણ કરી હતી. સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે થયેલી ગોળીબારીને ધ્યાનમાં રાખી એરિયાને સીલ કરી દીધો છે.